પતિઃ ગજબનો સેલ્ફ કન્ટ્રોલ છે તારો...
પત્નીઃ (ફુલાઈને) પણ એ તો કહો કે કઈ રીતે?
પતિઃ તારા લોહીમાં ૩૫૦ ડાયાબિટીસ છે પણ જીભ પર ક્યારેય મીઠાશ આવવા નથી દીધી.
•
ઘનિયો રેસ્ટોરાંમાં બેઠો હતો ત્યાં જ એક યુવતી આવી..
યુવતી: શું તમે સિંગલ છો?
ઘનિયો ખુશ થઈને: હા, હું સિંગલ છું...
એટલું સાંભળતા જ યુવતી ઘનિયાની સામે રહેલી ખુરશી ઉઠાવીને ચાલતી થઈ ગઈ.
•
રાજુઃ ડોક્ટર સાહેબ આ સૌથી નીચે દવા લખી છે તે આખા અમદાવાદમાં ક્યાંય મળતી નથી.
ડોક્ટરઃ ડોબા એ તો હું પેન ચાલે છે કે નહીં તે ચેક કરતો હતો.
•
શિક્ષકઃ તમે રસ્તે ચાલ્યા જતા હો અને તમારી આગળથી કાળી બિલાડી પસાર થઇ જાય તો શું સમજવું?
ભૂરોઃ એટલું જ કે કાળી બિલાડીને આપણા કરતાં વધારે ઉતાવળ હશે.
•
ભૂરોઃ હેલો ચંપા આ દૂધની તપેલી ગેસ ઉપર મૂકી છે. અડધો કલાક થયો પણ ઊભરો જ નથી આવતો શું કરું?
ચંપાઃ તું અભણ જ રહેવાનો, એ દૂધ નહીં ઈડલીનું ખીરું છે.
•
રાજુઃ આ પત્નીઓ પિયર જઈને પણ શા માટે દરરોજ ફોન કરતી હશે?
ભૂરોઃ એ યાદ અપાવવા માટે કે ટાઈગર અભી જિંદા હૈ.
•
ચંપાઃ એક સ્ત્રી દશ પરિવારોનું ટેન્શન લઈને ફરતી હોય છે.
ભુરોઃ એ કેવી રીતે?
ચંપાઃ એક પોતાનું ઘર, બે પાડોશીના ઘર, એક પિયરનું અને છ ટીવી સિરિયલના પરિવારનું ટેન્શન હોય છે.
•
ચંપાઃ રાજુ આ તું શું વાંચે છે?
રાજુઃ બાળઉછેર કેવી રીતે કરવો તેનું પુસ્તક
ચંપાઃ પણ બાળક થઈને તારે આ પુસ્તક વાંચવાની શી જરૂર છે?
રાજુઃ મારો ઉછેર બરાબર થાય છે કે નહીં તેની ખબર પડે એટલે.
•
પતિએ પત્ની કહ્યુંઃ તું રોજેરોજ નવી ફરમાઈશ કરે છે. હું ત્રાસી ગયો છું. જો હવે કોઈ માગણી કરી તો હું આત્મહત્યા કરી લઈશ.
પત્નીઃ હું જાણું છું કે મને રોવડાવ્યા વિના તમને ચેન નહીં જ પડે. સારું મને મસ્ત મજાની એક સફેદ સાડી લઈ આપો.
•
પોલીસઃ મેડમ તમે ખૂબ જ બહાદુર છો. ચોરને આટલો બધો માર્યો...
ચંપાઃ મને નહોતી ખબર કે આ ચોર છે. મને તો એમ હતું કે મારો વર છે, જે કહ્યાં વગર આટલો મોડો આવ્યો.
•
ભૂરોઃ જિગા કેમ ગભરાયેલો દેખાય છે?
જિગોઃ મને એક ધમકીભર્યો પત્ર આવ્યો છે.
ભૂરોઃ શું ધમકી આવી છે?
જિગોઃ એમાં લખ્યું છે કે, મારી ગર્લફ્રેન્ડ સામે ફરી જોયું તો જાનથી મારી નાખીશ.
ભૂરોઃ તો શું?
જિગોઃ તકલીફ એટલી જ છે કે, પત્રમાં ક્યાંય લખનારનું નામ નથી તો ખબર
ક્યાંથી પડશે કે કોની ગર્લફ્રેન્ડ સામે નથી જોવાનું.
