હળવે હૈયે...

જોક્સ

Wednesday 20th June 2018 06:31 EDT
 

લેડી ડોક્ટરઃ તુમ રોજ સુબહ મેરે ક્લિનિક કે સામને ખડે રહકે ઔરતો કો ક્યોં ઘૂરતે હો?
ચંગુઃ જી, તમે તો સામે લખ્યું છે કે ‘ઔરતો કે દેખને કા ટાઈમ સુબહ ૯ સે ૧૧ હૈ’

પતિ તેના એક મિત્ર સાથે દુઃખી થઈને વાત કરતો હતો.
પતિઃ મને લાગે છે કે મારી પત્ની મને વફાદાર નથી.
મિત્રઃ શું કહે છે તું? કઈ રીતે?
પતિઃ હા, ગઈ રાત્રે મોડેથી તે ઘરે આવી તો મેં એને પૂછ્યું કે તે ક્યાં ગઈ હતી તો તેણે કહ્યું કે હું તો રાખીના ઘરે હતી.
મિત્રઃ તો શું થયું? રાખી તો ભાભીની મિત્ર
છે ને?
પતિઃ હા પણ રાખીના ઘરે તો હું હતો.

કેમેરાવાળાએ એક ફોટો પાડતાં પહેલાં ટેણિયાને કહ્યુંઃ ‘બાબાભાઇ આ કેમેરામાં જૂઓ, હમણાં એમાંથી કબૂતર નીકળશે હોં...’
પાંચ વરસનો ટેણિયોઃ લ્યો બોલ્યા મોટા કબૂતર નીકળશે, અંકલ. પહેલાં બરાબર ફોક્સ કરો, ફ્લેશ મોડ પર કેમેરા મૂકો. કલર વાઈબ્રન્ટ મોડ પર મુકો, અને હાઈ રિઝોલ્યુશનમાં સરખો ફોટો પાડશો. મારે એફબી પર અપલોડ કરવાનો છે... અને હા, કેમેરામાં શું તમારા દાદા કબૂતર મૂકી ગયા હતા?

ચંગુએ પોતાની ગર્લફ્રેન્ડ ચીંકીને તેના મોબાઈલમાં પોતાનું નામ કઈ રીતે સેવ કર્યું છે એ ચેક કરવું હતું. તેને ચિન્કીના ફોનથી પોતાનો નંબર ડાયલ કર્યો તેને હતું કે જાન, જાનુ કે ડાર્લિંગ જેવા કોઈ નામથી તેનો નંબર સેવ થયો હશે. પરંતુ જ્યારે ફોન લાગ્યો ત્યારે મોબાઈલ સ્ક્રીન પર નામ ફ્લેશ થયેલું હતુંઃ ‘રિચાર્જવાલા’

પ્રેમીઃ હું તને એટલો પ્રેમ કરું છું કે તારે ખાતર મારું સર્વસ્વ છોડવા તૈયાર છું. તું કહે એ કંઈ પણ કરીશ.
પ્રેમિકાઃ બીજું બધું પછી છોડજે, જો સાચો પ્રેમ હોય તો પહેલાં તારા બેન્ક-અકાઉન્ટમાં મારું નામ જોડવાથી શરૂઆત કરીએ?

ચંપા અને તેની બેસ્ટ ફ્રેન્ડ ચમેલી ઘણા દિવસે મળ્યાં. ચંપા નવી-નવી સાસુ બની હતી એટલે ચમેલીએ તેને ખબર-અંતર પૂછ્યા.
ચમેલીઃ તારી વહુ કેમ છે?
ચંપાઃ બહુ ખરાબ છે મારી વહુ. સવારે મોડી ઊઠે છે. મારો દીકરો તેના માટે ચા બનાવે છે. તેને ઘરનું કોઈ કામ કરવું નથી પડતું. જ્યારે જુઓ ત્યારે મારા દીકરા પાસે ખાવાનું બહારથી મંગાવતી હોય છે.
ચમેલીઃ અને હા, તારી દીકરીનાં પણ સાથે જ લગ્ન થયાં ને? તારો જમાઈ કેવો છે?
ચંપાઃ દામાદ તો ખરેખર ભગવાનનો માણસ છે. રોજ સવારે મારી દીકરીને ચા બનાવીને આપે છે. તેને ઘરનું કોઈ કામ કરવા દેતો નથી. અવારનવાર બહાર જમવા લઈ જાય છે. આવો જમાઈ ભગવાન બધાને આપે.

બે સખીઓ અચાનક મળી ગઈ અને હંમેશની જેમ વાતે વળગી. અલકમલકની અને પરસ્પરની વાતો કરતાં એક સખીએ પૂછ્યુંઃ અલી, તારે તો જલસાને પતિ ઘરજમાઈ છે તે?
બીજી સખીઃ ના રે, એવું નથી, વારેઘડીએ એ પિયર જતા રહેવાની ધમકી આપ્યા કરે છે.

શિક્ષક: ‘બોલ રામુ, અકબર કોણ હતો?’
રામુ: ‘મને ખબર નથી સાહેબ.’
શિક્ષક: ‘ડોબા, ભણવામાં ધ્યાન રાખે તો ખબર પડે ને?’
રામુ: ‘પણ સાહેબ, તમને ખબર છે કે મુકેશ કોણ છે?’
શિક્ષક: ‘ના, એ વળી કોણ છે ?’
રામુ: ‘દીકરી તરફ ધ્યાન રાખો તો ખબર પડે ને?’


comments powered by Disqus