જહોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સીરિલ રામાફોસા તેમની કેબિનેટમાં ફેરફાર કરશે ત્યારે કેટલાક મિનિસ્ટરોને પાણીચું અપાશે તેમાં એક તરીકે પબ્લિક એન્ટરપ્રાઈઝ મિનિસ્ટર લીન બ્રાઉનનો સમાવેશ થાય છે. રામાફોસા તેમની કેબિનેટમાંથી મિનિસ્ટરો ઓછા કરશે. ગુપ્તા બ્રધર્સ સાથે સંકળાયેલા હોય તેવા અને ઓછા કાર્યદક્ષ હશે તેમને પાણીચું અપાશે. પબ્લિક એમન્ટરપ્રાઈઝ મિનિસ્ટ્રી ભૂતપૂર્વ ફાયનાન્સ મિનિસ્ટર પ્રવિણભાઈ ગોરધનને અપાય તેવી શક્યતા છે.
ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાએ માર્ચ, ૨૦૧૭ના અંતમાં કેબિનેટમાં અચાનક કરેલા ફેરફારમાં ગોરધનને પ્રધાનપદેથી હટાવી દીધા હતા. ત્યારથી ભૂતપૂર્વ નાણાં પ્રધાન ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી સરકારી કંપનીઓની જાહેરમાં ટીકા કરતા હતા.
તેઓ ૧૯૯૪માં સત્તાધારી આફ્કિન નેશનલ કોંગ્રેસ (ANC)ના સાંસદ તરીકે ચૂંટાયા હતા. ૨૦૦૯માં ફાયનાન્સ મિનિસ્ટર તરીકે નીમાયા તે અગાઉ તેઓ સાઉથ આફ્રિકન રેવન્યુ સર્વિસના વડા હતા. તેઓ ANCના સાંસદ છે અને વીટ્સ બિઝનેસ સ્કૂલમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે.
