લંડનઃ ૪૨ વર્ષીય ટીવીસ્ટાર મેકપર્લીને સર્જેલા અકસ્માતમાં રેસ્ટોરાં માલિક ફહીમ વાનુ તેની પત્ની શીલ્પા દાંડેકર અને ચાર વર્ષની બાળકીનો બચાવ થયો હતો. તેઓ તેમની ગ્રીન મીનીમાં જઈ રહ્યાં હતા ત્યારે સામેથી આવી રહેલી મેકપર્લીનની મીનીએ ટક્કર મારી હતી. ફહીમે જણાવ્યું હતું કે તે એક મેનિયાકની માફક કાર હંકારતો હતો. તેના પરિણામે બધાને મારી નાખ્યા હોત.
આ અકસ્માત રવિવારે રીચમંડ પાર્ક નજીક લંડન રોડ પર થયો હતો. ફહીમે જણાવ્યું હતું કે આ અનુભવ એક દુઃસ્વપ્ન સમાન હતો. તેણે ઉમેર્યું હતું કે, તે (મેકપર્લીન) મિલિયોનેર હોય કે વિખ્યાત ટીવીસ્ટાર તેની તેને કોઈ ચિંતા નથી. કારણ કે તેણે તો મારી દિકરીને અપંગ બનાવી દીધી હોત. મેકપર્લીનની કારમાં તેની માતા અને તેનો ડોગ હતો. તેણે ગાડી પર કાબૂ ગુમાવ્યા બાદ તે રસ્તા પર રોંગ સાઈડમાં આવી ગઈ હતી. તેના પરીવારના સભ્યે જણાવ્યું હતું કે તે હાલ ખરાબ સમયમાં પસાર થઈ રહ્યો છે.

