લંડનઃ રોયલ એરફોર્સ બેઝ પર મંગળવારે RAF જેટ વિમાન તૂટી પડ્યું હતું. નોર્થ વેલ્સના એન્ગેલેસીના આરએએફ વેલી પર આ વિમાન નીચે આવ્યું ત્યારે તેમાં બે લોકો હોવાનું મનાય છે. ઘટનાને જોનાર લોકોએ દાવો કર્યો હતો કે ક્રુ મેમ્બર વિમાનમાંથી કૂદી પડ્યા હતા. વિમાન તૂટી પડ્યા બાદ ઘટનાસ્થળે ધૂમાડા દેખાયા હતા. ઘટનાનો ફોટો લેનાર ડેનો જેમ્સે જણાવ્યું હતું કે બે પાયલોટ જમીનથી ૨૦૦ વાર ઊપર હતા ત્યારે તેઓ કૂદી પડ્યા હતા. બીજી વ્યક્તિએ જણાવ્યું કે તેઓ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતાં ત્યારે તેમણે વિમાન તૂટી પડ્યું તે પહેલાં પેરાશૂટથી કોઈક વ્યક્તિને નીચે આવતી જોઈ હતી

