લંડનઃ હાર્લ્સડન હાઈસ્ટ્રીટ પર આવેલા આઈસલેન્ડ સ્ટોરના અશ્વેત સિક્યુરિટી ગાર્ડ પર છૂરાથી હુમલો કરીને ભારતીય કેશીયરને જાનથી મારી નાખવાની ધમકી આપનારા લેન્સબરી ક્લોઝના ૩૬ વર્ષીય સઈદ બુસૌદને રંગભેદી હુમલો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. સ્ટોર નજીક આવીને સિક્યોરિટી ગાર્ડને તેણે રંગભેદી ટીપ્પણી કરી હતી. ગાર્ડે તેને ત્યાંથી જતા રહેવા જણાવ્યું હતું ત્યારે તે અપશબ્દો બોલીને ત્યાંથી ગયો હતો. ઉગ્ર દલીલો દરમિયાન તેણે સ્ટોરના દરવાજાને લાત મારી હતી અને કાચની પેનલ તોડી નાંખી હતી. એકવખત ગયા પછી તે ફરી સ્ટોર પર આવ્યો હતો અને ફરી રંગભેદી ટીપ્પણી કરી હતી.

