શ્યામે તેના દીકરાની ટીચરને કહ્યુંઃ મારો દીકરો ઈતિહાસમાં કેવો છે? હું તો ઈતિહાસમાં નબળો હતો.
ટીચરઃ બસ એમ સમજી લો કે તમારો દીકરો ઈતિહાસનું પુનરાવર્તન જ કરી રહ્યો છે.
•
પતિ-પત્ની બજારમાં હતા.
પતિએ પત્ની માટે પાનના ગલ્લેથી પાન લીધું.
પત્નીઃ તમે તમારા માટે કેમ ના લીધું?
પતિઃ હું પાના ખાધા વગર પણ ચૂપ રહી
શકું છું.
•
પપ્પુએ ગપ્પુને કહ્યુંઃ તારો પગાર આવે એ દિવસે તારી વાઈફને એમાંથી કેટલા રૂપિયા
આપે છે?
ગપ્પુઃ કશું આપતો નથી.
પપ્પુઃ હોતું હશે? એવું કઈ રીતે થાય.
ગપ્પુઃ તે પગાર આવે એ દિવસે મારી ઓફિસે જ આવી જાય છે અને ત્યાંથી બધો પગાર લઈ
જાય છે.
•
સંતા બેંકમાં લોન લેવા ગયો.
ક્લાર્કઃ અમારી બેંક તમને વગર ઈન્ટરેસ્ટની લોન આપશે.
સંતાઃ અબે ઓયે, આપવામાં ઈન્ટરેસ્ટ જ નથી તો શું કામ લોન આપો છો? નથી લેવી.
•
સુરેશઃ યાર, મને એક છોકરી જોડે લવ થઈ ગયો છે. પણ એ મને લવ ન કરતી હોય એવું લાગે છે.
રમેશઃ તને કેમ એવું લાગે છે? તેં કદી એને પૂછ્યું છે?
સુરેશઃ હા યાર, મેં એને એક વાર આઈ લવ યુ કહ્યું તો તેણે કહ્યુંઃ આઈ લવ યુ ટુ... હવે ખબર નથી પડતી કે આ બીજો કોણ છે?
•
નટવરલાલનો ડાબો પગ બહુ દુઃખતો હતો.
ડોક્ટરે કહ્યુંઃ ઉંમરને લીધે જ તમને આ દુઃખાવો છે.
નટવરલાલે કહ્યુંઃ એમ હોય તો તો ડોક્ટરસાહેબ, મારા જમણા પગની ઉંમર પણ ડાબા પગ જેટલી છે.
•
દર્દીઃ ડોક્ટરસાહેબ, મને ઊંઘ નથી આવતી.
ડોક્ટરઃ કેમ નથી આવતી?
દર્દીઃ શું કહું સાહેબ, ખબર નથી પણ રોજ રાત્રે બાર વાગ્યા સુધી હું ઊંઘની રાહ જોઉં છું અને પછી કંટાળીને સૂઈ જાઉં છું.
•
એક સ્ત્રી ઘરમાં એકલી હતી ત્યારે જ દરવાજા પર કોઈએ ટકોરા માર્યા.
દરવાજો ખોલતાં જ પેલો માણસ બોલી ઊઠ્યોઃ અરે, તમે તો ખૂબ સુંદર છો.
મહિલાએ અજાણ્યા પુરુષને આવું બોલતાં સાંભળીને ડરના માર્યા દરવાજો બંધ કરી દીધો. આવું લગભગ દરરોજ થવા લાગ્યું. છેલ્લે કંટાળીને મહિલાએ એ વાત પોતાના પતિને કરી.
તેના પતિએ કહ્યુંઃ એક કામ કરજે. હું આખો દિવસ આજે ઘરે રહીશ, જેવો પેલો માણસ બેલ મારે એટલે તું દરવાજો ખોલજે. આ સમયે હું દરવાજાની પાછળ લપાઈ રહીશ અને તું વાત જરા લંબાવજે, એ જેવો જવાબ આપશે એટલે હું તેને ડોકમાંથી પકડી લઈશ.
દરરોજ જેમ બેલ વાગી, પેલા પુરુષે મહિલાની સુંદરતાના વખાણ કર્યા. પણ આ વખતે મહિલાએ વળતી વાત કરીઃ હા મને ખબર છે હું સુંદર છું, પણ તમને શું નિસ્બત?
અજાણ્યો માણસઃ આ જ વાતનો અહેસાસ તમારા પતિને પણ કરાવોને. મારી પત્નીની પાછળ હાથ ધોઈને પડી ગયા છે.
•
ચંગુ ચિક્કાર દારૂ પીને ઘરે ગયો. ચંપાએ બારણું ખોલ્યું.
ચંગુ (નશામાં જ)ઃ તું કોણ છે?
ચંપા (ચિડાઈને)ઃ હવે તમે મને પણ ભૂલી ગયા?
ચંગુઃ બહેન, શરાબ હર દર્દ ભુલા દેતા હૈ.
•
