૬ એપ્રિલથી યુકે વિઝા ફીમાં વધારો

Saturday 24th March 2018 08:56 EDT
 
 

લંડનઃ વિઝા, ઈમિગ્રેશન અને નેશનાલિટીની ફીમાં ફેરફાર માટે ૧૬મીએ સંસદમાં ખરડો રજૂ કરાયો હતો. આ ખરડા મુજબ ફીવધારો ૬ એપ્રિલથી અમલી થશે. યુકેમાં ટેક્સપેયરોએ ભરવા પડતા નાણાંમાં ઘટાડો થાય તે માટે દરેક પ્રકારની ફી વિશે ઝીણવટપૂર્વક ચર્ચા વિચારણા થઈ હતી.  મહત્ત્વના ફેરફારોમાં વર્ક, સ્ટડી અને વિઝિટ જેવા ગ્રોથ રૂટ્સમાં ૪ ટકા સુધીનો તેમજ ફેમિલી, સેટલમેન્ટ અને નેશનાલિટી અને પ્રિમિયમ સર્વિસિસ સાથે સંકળાયેલા મોટાભાગના નોન-ગ્રોથ રૂટ્સની ફીમાં પણ ૪ ટકા સુધીનો વધારો કરાયો છે. એન્ટ્રી ક્લિયરન્સ માટે ઓવરસિઝ ઓપ્શનલ ‘પ્રાયોરિટી વિઝા’ની ફીમાં ૧૫ ટકા સુધીનો વધારો થશે.


comments powered by Disqus