ચંગુ તેની સેક્રેટરી લીલીને બહાર ફરવા લઈ ગયો. ઘરે પાછા ફરતી વખતે તેણે પોતાના બૂટ પાણીમાં પલાળીને પછી ઘાસ પર ઘસીને એના પર માટી અને કીચડ લગાવી દીધા. તે ઘરે પહોંચ્યો ત્યારે દરવાજામાં પગ મૂકતાં જ પત્ની તાડુકીઃ ક્યાં હતા તમે?
પતિ માસૂમ ચહેરો કરીને બોલ્યોઃ ડાર્લિંગ, હું તને કોઈ ગેરસમજમાં રાખવા નથી માગતો. હું મારી સેક્રેટરી સાથે ફરવા ગયો હતો અને મને સમયની બિલ્કુલ ખબર ના પડી.
આ સાંભળીને પત્નીએ બૂમ મારીને કહ્યુંઃ આખો દિવસ ગોલ્ફ રમતા રહ્યા અને હવે મારી આગળ જૂઠ્ઠું બોલીને મને ઇર્ષ્યાથી બાળવા માંગો છો?
•
એક માણસની પત્નીનું ગુંડા અપહરણ કરી ગયા. રૂપિયા માટે એ લોકોએ તેના પતિને ફોન કર્યોને કહ્યું જો તું રૂપિયા નહીં આપે તો તારી પત્નીનું ખૂન કરી નાંખશું. પતિ ચુપ રહ્યો.
બીજા દિવસે ફરી ગુંડાઓનો ફોન આવ્યો એ એ જ વાત કરી. ત્યારે પણ પતિ ચુપ જ રહ્યો.
ત્રીજા દિવસે ગુંડાઓ ફોન આવ્યો અને કહ્યુંઃ જો તું તેને છોડાવવાના રૂપિયા નહીં આપે તો તારી પત્નીને તારી પાસે સલામત મુકી જઈશું.
પતિઃ આંકડો બોલો, કેટલા રૂપિયા મોકલું?
•
પપ્પુએ રસ્તે જતી એક અજાણી છોકરીને કહ્યુંઃ મેડમ તમે ઓળખ્યો મને?
છોકરીઃ ના, કોણ છો તમે?
પપ્પુઃ હું એ જ છું જેને તમે પરમ દિવસે પણ નહોતો ઓળખ્યો.
•
ચંપાઃ મેરેજ પહેલાં તો તમે મારી સાથે વાત કરતી વખતે હંમેશા તમે મારી કેટરિના અને કરીના કહીને વાત કરતા હતા. હવે શું થયું અચાનક?
ચંગુઃ અરે ગાંડી, એ વખતે હું તારા ગળાડૂબ પ્રેમમાં હતો... હતો કે નહીં?
ચંપા (શરમાઈને)ઃ ખરેખર એ વખતે તો તમે મારા પ્રેમમાં પાગલ હતા. એનો મતલબ કે હવે નથી?
ચંગુઃ પાગલ માણસ કંઈ પણ બોલે, એને દિલ પર ન લેવું જોઈએ. હવે જ્યારે મારું પાગલનપ દૂર થયું છે ત્યારે જે બોલું છું તેને જ સચ્ચાઈ સમજવી.
