• ૧૩ દિવસમાં સરકાર તૂટવા અંગેઃ આ કોઈ આકસ્મિક ચમત્કાર નથી કે અમને આટલા મત મળી ગયા છે. આ અમારી ૪૦ વર્ષની મહેનતનું પરિણામ છે. આજે અમને માત્ર એટલા માટે કઠેડામાં ઊભા કરી દેવાયા કેમ કે અમે થોડી વધુ બેઠકો ન લાવી શક્યા, પણ અમે હજુય ગૃહમાં સૌથી મોટા વિપક્ષ તરીકે બેસીશું. તમારે અમારો સહયોગ મેળવીને ગૃહ ચલાવવું પડશે. અમે પૂરો સહયોગી આપીશું, નિશ્ચિંત રહો.
• યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રમાંઃ ‘આપણે ખુલ્લા મને વાત કરીએ છીએ ત્યારે નવી સંભાવનાઓ અને સહયોગનાં નવાં ક્ષેત્રો - આતંકવાદ સામે લડાઈ, ઊર્જા અને પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકેનોલોજી માટે નવી સંભાવનાઓનાં દ્વાર ખોલીએ છીએ. ભારત અને અમેરિકાએ અતીતને કોરાણે મૂકીને નિર્ણાયક પગલું ભર્યું છે. નવી શતાબ્દીની શરૂઆતથી અમારા સંબંધોમાં પણ નવી શરૂઆત થઈ છે. આવો, આપણે સાથે મળીને આપણા સહિયારા દૃષ્ટિકોણ વચ્ચે છવાયેલા બેચેનીના પડછાયા દૂર કરીએ. આ બધાની તાકાતનો ઉપયોગ એવા ભવિષ્યના નિર્માણમાં કરીએ કે જેવું આપણે પોતાના અને દુનિયા માટે ઇચ્છીએ છીએ.’
• પોખરણમાં અણુ પરીક્ષણ બાદઃ હવે આપણે એ વાતની રાહ નહીં જોઈએ કે કોઈ આપણા પર હુમલો કરે, પછી આપણે તેનો જવાબ આપીએ... આપણા પર ત્રણ હુમલા થયા છે, અને ફરી આવું ન થવું જોઈએ. આપણે કોઈના પર પણ હુમલો કરવા માટે તૈયાર છીએ. આપણો તેવો કોઈ ઇરાદો નથી. મને પોખરણ-૨ અને લાહોર બસ સેવા વચ્ચે કનેકશન વિશે પૂછવામાં આવ્યું. આ બન્ને એક જ સિક્કાની બે બાજુ છે - આપણી રક્ષાની તાકાત અને દોસ્તી માટે આપણો હાથ, ઇમાનદારીથી દોસ્તીનો હાથ.
• લોકપાલ બિલ અંગે...ઃ વર્ષોથી લોકપાલ બિલ ધૂળ ખાય છે. જો વડા પ્રધાન સામે કોઈને ફરિયાદ હોય તો તે ક્યાં જાય? વર્ષો સુધી તે અંગે ચર્ચા થતી રહી કે વડા પ્રધાનને લોકપાલના દાયરામાં લાવવા જોઈએ કે નહીં? મેં સંમતિ આપી દીધી. પૂછયું, બિલ ક્યાં છે? ગૃહ સ્થગિત થયા બાદ અન્ય મુદ્દા અંગે વટહુકમ લાવવા આ સરકાર તૈયાર થઈ ગઈ તો આ મુદ્દે કેમ નહીં?

