હળવે હૈયે...

જોક્સ

Wednesday 22nd August 2018 08:10 EDT
 

ચંપાઃ આપણા લગ્ન થયા ત્યારે હું જમવાનું બનાવતી હતી તો તમે મને વધારે ખવડાવતા હતા અને પોતે ઓછું ખાતા હતા.
જિગાઃ તો?
ચંપાઃ તો હવે કેમ નથી ખવડાવતા?
જિગોઃ હવે તું જમવાનું સારું બનાવે છે.

છગન (લલ્લુને): તારે મારી પસંદની છોકરી સાથે લગ્ન કરવા પડશે.
લલ્લુ: ના, પપ્પા.
છગન: એ બિલ ગેટ્સની છોકરી છે.
લલ્લુ: તો વાંધો નહીં.
છગન (બિલ ગેટ્સને): તારી દીકરીને મારા દીકરા સાથે પરણાવ.
બિલ ગેટ્સ: ના...
છગન: મારો દીકરો વર્લ્ડ બેંકનો સીઈઓ છે.
બિલ: તો વાંધો નહીં...
છગન(ટ્રમ્પને): મારા દીકરાને વર્લ્ડ બેંકનો સીઈઓ બનાવ.
ટ્રમ્પ: ના...
છગન: એ બિલ ગેટ્સનો જમાઈ છે.
ટ્રમ્પ: તો વાંધો નહીં.
આને કહેવાય ગુજરાતી ભેજું!!!

છગન (લીલી)નેઃ હું તને ખૂબ પ્રેમ કરું છું.
લીલીઃ હું ય તમને ખૂબ પ્રેમ કરું છું. એટલો બધો કે તમારા માટે દુનિયા સાથે લડી શકું છું.
છગનઃ પણ તું તો આખો દિવસ મારી સાથે જ લડ્યા કરે છે.
લીલીઃ હા, કારણ કે મારી દુનિયા તમે
જ છો.

જો તમે ભારતીય ગૃહિણી અને તેમની કામવાળી બાઇ વચ્ચેના વાર્તાલાપ પર બરાબર ધ્યાન આપો તો તમને એવા ‘વન લાઈનર્સ’ મળી રહેશે કે જાણે પ્રેમિકા પોતાના પ્રેમી સાથે વાત કરી રહી હોય. જુઓ...
- કાલે રાઈટ ટાઈમ આવી જજે હોં.
- કાલે બે વખત આવી જજે. હું રાહ જોઈશ. અને જૂઠ્ઠું ના બોલીશ. રાઈટ ટાઈમ આવી જજે...
- હું ક્યારનીય તારી રાહ જોતી હતી. આજે તેં બહુ મોડું કર્યું. કાલે જલ્દી આવજે.
- જ્યારે પણ છોડવાનું હોય ત્યારે અગાઉથી કહી દેજે, અચાનક છોડીશ નહીં, જેથી હું બીજી વ્યવસ્થા કરી શકું.

સંતાને લાગ્યું કે પત્ની પ્રીતોને બરાબર સંભળાતું નથી. ડોક્ટરે એ માટે સલાહ આપી કે ૪૦ ફૂટ દૂરથી પત્ની સાથે સામાન્ય અવાજમાં વાત કરજો અને એવું લાગે કે તે નથી સાંભળતી તો ૩૦ ફૂટ, પછી ૨૦ ફૂટ એમ નજીક જઈને તેની સાથે વાત કરવી.
સંતા ૪૦ ફૂટ દૂરથીઃ પ્રીતો, ડિનરમાં શું છે?
કોઈ પ્રતિસાદ નહીં...
સંતા ૩૦ ફૂટ દૂરથીઃ પ્રીતોજી, ડિનરમાં
શું છે?
પ્રતિસાદ નહીં.
સંતા ૨૦ ફૂટ દૂરથીઃ પ્રીતો, શું ડિનર છે આજે?
પ્રતિસાદ ન મળ્યો...
સંતા ૧૦ ફૂટ દૂરથીઃ પ્રીતો ડાર્લિંગ ડિનર
શું છે?
મૌન....
સંતા પ્રીતોની એકદમ પાછળ ઉભા રહીનેઃ આજે ડિનર શું છે?
પ્રીતોઃ અરે ભગવાન, તમે બહેરા થઇ ગયા છો કે શું? આ પાંચમી વખત કહું છું કે બિરિયાની બનાવી છે.

સંતા જમવા બેઠો હતો. તે રોટલીનો એક ટુકડો પોતે ખાતો અને બીજો તેની મરઘીને ખવડાવતો.
બંતાઃ અબે, આ શું કરે છે?
સંતાઃ મને રોજ ચીકન જોડે રોટલી ખાવાની આદત છે.


comments powered by Disqus