હળવે હૈયે...

જોક્સ

Thursday 24th May 2018 05:58 EDT
 

પલકે પતિને કહ્યુંઃ જુઓને ડિયર મને એવી બીમારી લાગુ પડી છે કે ખાધા પછી ભૂખ નથી લાગતી અને સૂતા પછી ઊંઘ નથી આવતી અને કામ કરું છું તો થાક લાગે છે.
પતિ ધીમેથી બોલ્યોઃ એક કામ કર. આખી રાત તડકામાં બેસ તો તારી તબિયત એકદમ સારી થઈ જશે.

પ્રવાસમાં ગાઈડ સાથે ચાલી રહેલી એક અભિનેત્રીને ગાઈડે પૂછ્યુંઃ મેડમ, તમે જ્યારે પણ અહીં આવો છો. ત્યારે તમારી સાથે એક નવો જ શખસ હોય છે.
અભિનેત્રીએ કહ્યું, ‘મૂર્ખ એ કોઈ શખસ નહીં, પણ મારો પતિ હોય છે.’

પતિઃ જો નીલમ આજે હું તારા માટે શું લાવ્યો છું?
પત્નીઃ સુંદર વેણી લાવ્યા હશો. તમે જાણો છો કે મને વેણી નાંખવી બહુ ગમે છે.
પતિઃ ના, તારા માથામાંથી જૂ સાફ કરવાની કાંસકી લાવ્યો છું.

ડોક્ટર (દર્દી)નેઃ આ જે દવા આપું છું તે હલાવીને પીજો.
દર્દીઃ ડોક્ટર, દવા પીવા માટે કોઈ બીજી રીત ખરી?
ડોક્ટઃ કેમ, એમાં તમને શો વાંધો છે?
દર્દીઃ સાહેબ, હું દવા ચમચીમાં લઈ હલાવું છું તો દવા જમીન પર પડી જાય છે પછી તે મારે ચાટીને પીવી પડે છે.

શેઠાણીએ નોકર લલ્લુને ઠપકો આપતાં કહ્યુંઃ તને હું જેટલો પગાર આપું છું એના કરતાં વધુ કિંમતના વાસણ તું દર મહિને તોડી નાખે છે.
‘તો મેડમજી, મારો પગાર વધારી આપો.’ નોકર બોલ્યો.

એક બહેરી સ્ત્રી ખરીદી કરવા ગઈ. એક વસ્તુ હાથમાં લઈને દુકાનદારને પૂછ્યુંઃ આનો શું ભાવ છે?
દુકાનદારે કહ્યુંઃ આઠ રૂપિયા...
સ્ત્રીએ પૂછ્યુંઃ અઢાર રૂપિયા? આટલા બધા હોય? હું તમને બાર રૂપિયા આપીશ.
દુકાનદાર પ્રામાણિક વેપારી હતો. તેણે જોયું કે સ્ત્રી બહેરી છે એટલે મોટેથી સ્ત્રીના કાન પાસે મોઢું લઈ જઈને કહ્યુંઃ બહેન, આની કિંમત અઢાર રૂપિયા નથી. આઠ રૂપિયા છે.
સ્ત્રીને બરાબર સંભળાયું એટલે ચમકી જતાં બોલીઃ એમ? આઠ રૂપિયા? તો તો હું તમને એના પાંચ રૂપિયા આપીશ.

બન્ટીઃ પપ્પા, બહાર કોઈ માણસ આવ્યો છે. પોતાનું નામ તે નથી કહેતો પણ તે કહે છે કે તમારી પાસે તેની બાકી રહેલા બિલના પૈસા વસૂલ કરવા આવ્યો છે.
પપ્પાઃ બેટા, તે દેખાવે કેવો લાગે છે?
બન્ટીઃ મને તો લાગે છે કે તમારે તેના પૈસા આપી દેવા જોઈએ નહીંતર તેનો દેખાવ તો એવો છે કે તે તમારા હાડકાં ભાંગી નાખશે.

ચિન્ટુ ખૂબ આળસુ હતો એટલે તેના પિતા ચંગુએ તેના માટે એક સગવડ કરી.
ચંગુઃ બેટા, હું તારા માટે એવી વ્યવસ્થા કરીશ કે તું બટન દબાવે ત્યારે ખાવાનું હાજર થઈ જશે, બટન દબાવે એટલે કપડાં હાજર, બટન દબાવે એટલે પલંગ તૈયાર, તારે કોઈ વસ્તુ ઉપાડવી નહીં પડે, કાઢવી કે તૈયાર કરવી નહીં પડે.
ચિન્ટુઃ પણ પપ્પા, આ બધાં બટનો વારંવાર દબાવશે કોણ? હું આવી બધી લપ્પન-છપ્પન ક્યાં સુધી કરતો રહીશ?

વાઈફઃ તમે કહેલુંને કે કારણ વગર ક્યારેય દારૂ નહીં પીઓ.
હસબન્ડઃ અરે મારી મા. કારણ છે એટલે જ તો પીઉં છું. તને તો ખબર છે છ મહિના પછી દિવાળી આવી રહી છે અને રોકેટ ઉડાવવા માટે બોટલ તો જોઈએ કે નહીં.


comments powered by Disqus