વિખ્યાત સંસ્થા ‘રેડ લોટસ’ દ્વારા ભક્તિ-સંગીત અને લોકગીતોના કાર્યક્રમ 'સુર ધારા'નું શાનદાર આયોજન આગામી શનિવાર તા. ૨૭મી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સૌને વહેલા તે પહેલાના ધોરણે મફત પ્રવેશ મળશે. આ કાર્યક્રમમાં પોતાના અવાજનો જાદુ પાથરનાર લલિતાબેન ઘોડાદ્રા અને સ્થાનિક યુવાન ગાયિકા પ્રીતિ વરસાણી ભક્તિગીતો અને લોકગીતો રજૂ કરી સૌ શ્રોતાઓને રસ-તરબોળ કરશે. કાર્યક્રમના પ્રારંભે સાંજે ૭ કલાકે રીફ્રેશમેન્ટનો લાભ મળશે અને તે પછી રાત્રે ૮ કલાકે કાર્યક્રમની શરૂઆત થશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન બાલ ગોપાલ ફાઉન્ડેશનના લાભાર્થે કરવામાં આવ્યું છે જેની બાળ કલ્યાણ પ્રવૃત્તિઓ માટે આપ યથાશક્તિ દાન આપી શકશો. કાર્યક્રમના મીડિયા પાર્ટનર ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ છે. આપની બેઠક બુક કરાવવા આજે જ સંપર્ક કરો. સંપર્ક: પ્રીતિ વરસાણી 07736 788 988.

