હળવે હૈયે...

જોક્સ

Tuesday 23rd January 2018 10:40 EST
 

જૂનો નિયમઃ છોકરી અને બસ, એમની પાછળ દોડવાની જરૂર નથી. કારણ કે એક જાય પછી બીજી આવે જ છે.
નવો નિયમઃ છોકરી અને બસ, આવે ત્યારે દોડીને પકડી લો. કારણ કે બીજી આવશે ત્યારે પકડનારાઓની ભીડ વધી જતી હોય છે.

પત્નીએ પતિને ફોન કર્યો, ‘ક્યાં છો? શું કરો છો?’
‘અરે કંઈ જ ન પૂછ હાલત બહુ ખરાબ છે. કામનો ઢગલો પડ્યો છે. ખબર નથી કેટલી વાર લાગશે. તું ક્યાં છે? બાળકો ક્યાં છે? તને હેરાન તો નથી કરતાં?’
પત્નીઃ મેકડોનાલ્ડસમાં તમારી થોડીક પાછળ બાળકો સાથે જ બેઠી છું. બાળકો પૂછી રહ્યાં છે કે ‘મમ્મી’ આ ડેડી સાથે નવાં આન્ટી કોણ છે?

પત્નીઃ મારાં લગ્ન કોઈ રાક્ષસ સાથે થયાં હોત તો પણ આટલી હેરાન ના થતી હોત હું...
પતિઃ શું ગાંડી તું પણ...
ભાઈ-બહેનનાં ક્યારેય લગ્ન થતાં હશે.

એક દિવસ પતિ-પત્ની શરાબી ફિલ્મ જોઈ રહ્યાં હતાં.
પત્નીઃ અમિતાભ બચ્ચન કેટલો સારો એક્ટર છે, દારૂ પીધા વગર પણ પીધેલાની આટલી સરસ એક્ટિંગ કરી જાણે છે.
પતિ વિચારવા લાગ્યોઃ આ ડોબીને કોણ સમજાવે કે, પીધા વગર પીધેલાની એક્ટિંગ તો હજી થઈ શકે પણ પીધા બાદ પણ નથી પીધો એવી એક્ટિંગ કરવી કેટલી મુશ્કેલ પડતી
હોય છે.

૯૦ વર્ષના એક દાદાજી મૃત્યુ બાદ સ્વર્ગમાં પહોંચ્યા. સ્વર્ગમાં સુંદર અપ્સરાનું નૃત્ય જોઈ દાદા જોર-જોરથી રડવા લાગ્યા...
‘આ બાબા રામદેવના યોગના ચક્કરમાં ના પડ્યો હોત તો, ક્યારનો આવી ગયો હોત ને આ બધું માણવા!’

ભગો સવાર-સવારમાં બહાર જઈ રહ્યો હતો ત્યાં બિલાડીએ રસ્તો કાપ્યો.
અપશુકન થયા એમ વિચારી ભગો ઊભો રહી ગયો તો...
બિલાડી બોલીઃ જા ભાઈ જા, તારાં તો લગ્ન થઈ ગયાં છે. હવે આનાથી વધુ ખરાબ હું પણ શું કરી શકું!!

આજકાલની છોકરીઓને એવો છોકરો ગમે જેનું ફ્યુચર બહું સારું હોય.
જ્યારે છોકરાઓને એવી છોકરી ગમે જેનો પાસ્ટ સારો હોય.

પાંચ વર્ષ પહેલાં આપણે મંદિરમાં જતાં તો બહાર પાટિયું મારેલું જોવા મળતું કે ‘મોબાઈલ અંદર લાવવાની મનાઈ છે.’
બે વર્ષ પહેલાં એમાં લખેલું રહેતું કે, ‘મોબાઈલને સ્વીચ-ઓફ રાખવા વિનંતી.’
ગયા વર્ષે પાટિયાં પર લખેલું હતું કે ‘તમારા મોબાઈલને સાઈલન્ટ મોડ પર રાખવા વિનંતી...’
પણ ગઈકાલે મંદિરમાં વાંચવા મળ્યુંઃ ‘જો તમારે ભગવાનની મૂર્તિ જોડે સેલ્ફી લેવી હોય તો પૂજારીજીને ૫૦ રૂપિયા આપીને રસીદ લઈ લેવા વિનંતી છે!’

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો. અડધો દિવસ ઝઘડામાં કાઢ્યા બાદ પત્ની પતિ પાસે આવીને બોલીઃ આમ ઝઘડતા રહીએ એ સારું ના લાગે. થોડું હું કોમ્પ્રોમાઇઝ કરું, થોડું તમે કરી લો.
પતિઃ સારું ચાલ તો બોલ, મારે શું કરવાનું અને તારે શું કરવાનું?
પત્નીઃ તમે મારી માફી માંગી લો અને હું મોટું મન રાખી માફ કરી દઉં.


comments powered by Disqus