એક વાર સંતા અને બંતા બગીચામાં બેઠા હતા. બંતાએ પૂછ્યુંઃ યાર, જ્યારે દરેક માણસને ખબર હોય છે કે લગ્ન કર્યા પછી નુકસાન જ થવાનું હોય તો પણ લગ્ન કેમ કરતા હશે?
સંતાઃ અરે, એટલા માટે કે મર્યા પછી જો એની આત્મા સ્વર્ગમાં જાય તો ત્યાં સારું લાગે અને નરકમાં જાય તો ઘર જેવું લાગે.
•
દર્દી અને ડોક્ટરનો સંબંધ, ઈમર્જન્સી, અકસ્માત અથવા હાર્ટ એટેક વખતે...
‘ડોક્ટર સાહેબ તમે ભગવાન છો આને બચાવી લો...’
બીજા દિવસે દર્દી બચી જાય એટલે,
‘ડોક્ટર સાહેબ તમે ભગવાન જ છો...’
દર્દીને આઈસીયુમાં દાખલ કરાવતી વખતે ‘બધી ભગવાનની માયા છે.’
અને છેલ્લે...
હોસ્પિટલમાંથી ઘરે જતી વખતે
‘આ ડોક્ટર તો લૂંટારો છે...’
•
ચંપાઃ ચંગુના પપ્પા, તમે હંમેશાં મને વખોડ્યા કરો છો ચાલો, આજે તમને એક સવાલ પૂછું.
ચંગુઃ હા પૂછ, બિનધાસ્ત.
ચંપાઃ એવી પત્નીને શું કહેશો જે સુંદર હોય, સમજદાર હોય, બુદ્ધિમાન હોય, ઓછું બોલતી હોય અને ક્યારેય પોતાના પતિ સાથે લડતી ન હોય.
ચંગુઃ અફવા.
•
બાબોઃ મમ્મી, ગાંધીજીના માથે વાળ કેમ નહોતા?
મમ્મીઃ કારણ કે એ હંમેશા સાચું જ બોલતા હતા.
બાબોઃ અચ્છા, હવે સમજ પડી કે, બધી મમ્મીઓને માથે લાંબા વાળ કેમ હોય છે!
•
આજ કે જમાને મેં 'સર ઉઠા કે' વહી ચલ સકતા હૈ ...
... જીસ કે પાસ સ્માર્ટ ફોન નહીં હૈ!
•
એક મોહલ્લામાં એક પાટિયા પર લખ્યું હતુંઃ
યહાં ખૂદા હૈ
વહાં ખૂદા હૈ
આસપાસ ભી
ખૂદા હી ખૂદા હૈ
જહાં ખૂદા નહીં હૈ...
વહાં કલ ખૂદેગા!
(જનહિત મેં જારી)
- મહાનગરપાલિકા
•
લલ્લુઃ યાર, મારી બૈરીનો ભારે ત્રાસ છે. હું કાંઇ પણ બોલું, ઇ મારી હારે ઝગડો કરે છે...
બલ્લુઃ ઇ તો કાંઇ નથી. મારાવાળી તો હું કાંઇ નો બોલું તોય ઝગડો કરે છે...
•
સ્કૂલમાં ચમન અને રમણ વચ્ચે લડાઈ થઈ. રમણે ચમનને ખૂબ માર્યો.
સાહેબે પૂછ્યુંઃ રમણ, તે ચમનને આવી રીતે શા માટે માર્યો?
રમણે કહ્યુંઃ સાહેબ! એમણે મને ચાર દિવસ પહેલા ગેંડો કહ્યો હતો.
ચમને કહ્યુંઃ સાહેબ, એ વાત તો ચાર દિવસ પહેલાની છે. આજે મેં ક્યાં કઈ કહ્યું છે?
સાહેબે કહ્યુંઃ હા રમણ, એ વાતને જ્યારે ચાર - ચાર દિવસ થઈ ગયા અને વાત પણ ભૂલાઈ ગઈ ત્યારે તારે આજે એને મારવાની શી જરૂર હતી?
રમણે કહ્યુંઃ હતી, કારણ કે મેં ગેંડાને આજે જ જોયો.
•
પરીક્ષામાં ચંગુની પાછળ બેઠેલો મંગુ તેના પેપરમાં જોઈ-જોઈને જવાબ લખી રહ્યો હતો.
મંગુઃ પેપર થોડુંક બરાબર રાખ. મને વંચાતું નથી.
ચંગુઃ જેટલું સમજાય તેટલું લખ. ન સમજાય ત્યાં મારા જેવી ડિઝાઈન કરી નાખ.
•
