ત્રણ વર્ષની ઉંમરે પિતા સાથે બ્રિટન પહોંચેલો શ્રેયસ રોયલ ચેસનો ખૂબ સારો ખેલાડી છે. શ્રેયસ બ્રિટનનો પ્રથમ ચેસ વર્લ્ડ ચેમ્પિયન બનવાની ખેવના ધરાવે છે, પરંતુ આઇટી મેનેજર તરીકે ફરજ બજાવતા પિતા જિતેન્દ્રસિંહના વિઝા સપ્ટેમ્બરમાં પૂરા થઇ રહ્યાા છે. મૂળ બેંગ્લોરના જિતેન્દ્રસિંહને ચિંતા છે કે પ્રતિભાશાળી શ્રેયસ નાનપણથી બ્રિટનમાં વસે છે અને તેને ભારત પાછા ફરવું પડશે તો તેની ચેસ કારકિર્દી રગદોળાઈ જશે. આથી તેઓ કુટુંબને બ્રિટનમાં કાયમી વસવાટની મંજૂરી મળે તે માટે ઝુંબેશ શરૂ કરી છે. ચેસ ફેડરેશન અને શ્રેયસના ટ્રેનર ઉપરાંત ભારતીયોએ પણ તેમને સમર્થન જાહેર કર્યું છે.

