ટીચરઃ ગઈ કાલે જે હોમવર્ક આપેલું એ બધાએ બરાબર કર્યું છે ને?
ચિંટુઃ ના ટીચર.
ટીચરઃ ગુસ્સામાં કેમ?
ચિંટુઃ હું ગઈકાલે રાત્રે જેવો ભણવા બેઠો એવી જ લાઈટ જતી રહી.
ટીચરઃ એ તો પાછી આવી હશે ને?
ચિંટુઃ હા, પણ પાછો ભણવા બેઠો એટલે લાઈટ પાછી જતી રહી.
ટીચરઃ એ તો થોડા સમય પછી પાછી આવી હશે ને?
ચિંટુઃ હા, ટીચર ૧૦ મિનિટમાં આવી ગઈ હતી. પરંતુ હું ભણવા બેસીશ અને લાઇટ પાછી જતી રહેશે તો એ ડરથી પછી હું ભણવા જ ન બેઠો.
•
એક સ્ત્રી કબર ઉપર બેઠી હતી. ત્યાંથી પસાર થતાં એક જણે પૂછ્યુંઃ ‘કેમ અહીંયા બેઠા છો? ડર નથી લાગતો?’
સ્ત્રીઃ કેમ? એમાં ડરવાનું શું વળી. અંદર ગરમી લાગતી હતી તો બહાર આવીને બેઠી.’
•
પોપટઃ ટપુડા, હાથી અને મચ્છરમાં વચ્ચે કેટલું અંતર છે?
ટપુડોઃ હાથી મચ્છરને કરડી શકતો નથી જ્યારે મચ્છર હાથીને કરડી શકે છે.
•
ચંદુ હોટેલમાં જમવા ગયો અને વેઈટરને કહ્યું એક ફૂલ ભાણું લઈ આવ.
થોડી વાર પછી
ચંદુઃ અરે યાર, જમવાનું લાવતાં આટલી વાર કેમ? તૈયાર નથી કે શું?
વેઈટરઃ સાહેબ ભાણું તો ગઈકાલનું તૈયાર છે, એને ફક્ત ગરમ કરવામાં વાર લાગી.
•
રમેશઃ મમ્મી, જો આ પુસ્તકમાં લખ્યું છે કે બુદ્ધિશાળી બાપના પુત્રો મુરખ હોય હોય છે અને મૂરખ બાપના પુત્રો બુદ્ધિશાળી હોય છે.
મમ્મીઃ હાશ, મને હવે ચિંતા ટળી. તું જરૂર મોટો થઈને બુદ્ધિશાળી બનીશ.
•
રમેશઃ અરે સુરેશ, આજ-કાલ તારા પપ્પાના શરીરનો રંગ ધીરે ધીરે ઊઘડી રહ્યો છે. શું વાત છે?
સુરેશઃ હા તારી વાત સાચી છે. મારા પપ્પા પહેલાં કોલસાની દુકાને બેસતા હતા. હવે ઘંટી શરૂ કરી છે.
•
મંગુઃ યાર ચંગુ, મને સમજ નથી પડતી કે મને કયો રોગ થયો છે? હું દરરોજ સવારે ઊઠું ત્યાર બાદ મને એક કલાક સુધી ચક્કર આવે છે.
ચંગુઃ પોપટલાલ, એમાં આટલી મૂંઝવણ શા માટે? તું આવતી કાલ સવારથી એક કલાક મોડો ઊઠજે.
•
ચિંટુઃ પપ્પા, તમને એક સારા સમાચાર આપું?
પપ્પાઃ હા, હા, બોલ બેટા.
ચિંટુઃ આ વર્ષે તમારે મારા માટે નવા પુસ્તકો નહીં ખરીદવા પડે.
પપ્પા ખુશ થઈને બોલ્યાઃ સારું, ક્યાંકથી મફત મળવાના છે કે શું?
ચિંટુઃ ના, ના, હું આ વર્ષે પણ ફેલ થયો છું.
•
નવા લગ્ન કરેલી પત્નીએ લગ્નના થોડા દિવસ પછી રસોઈ બનાવી. અનુભવ નહોતો એટલે જમવાનું થોડું તીખું બની ગયું.
પતિ બિચારો વિચિત્ર મોં કરીને જમવા લાગ્યો તો પત્નીએ પૂછ્યુંઃ શું થયું. જમવાનું સારું નથી બન્યું?
પતિઃ ના, જમવાનું તો બહુ સરસ બન્યું છે.
પત્નીઃ તો પછી તમારા આંખમાં આંસુ કેમ આવવા માંડ્યા?
પતિઃ અરે, આ તો હરખના આંસુ છે.
પત્નીઃ તો પછી જમતા-જમતા ઊભા કેમ થઈ ગયા?
પતિઃ હું મજબૂર છું. આટલો હરખ મારાથી સહન નથી થતો.
