આપણા અતિથિ - શ્રી દિગંત સોમપુરા

Wednesday 26th September 2018 07:55 EDT
 
 

જાણીતા પત્રકાર અને CIOFF, UNESCOના કલ્ચરલ એમ્બેસેડર શ્રી દિગંત સોમપુરા યુકેના પ્રવાસે આવી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે તેમણે ૫૦થી વધુ દેશનો પ્રવાસ ખેડ્યો છે. તેમને વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

વ્યવસાયે તેઓ અમદાવાદની ‘મંતવ્ય’ ન્યૂઝ ચેનલના પોલિટિકલ એડિટર તેમજ ન્યૂ ઈન્ડિયા ટાઈમ્સ ગ્રૂપનાં કન્સલ્ટિંગ એડિટર તરીકે ફરજ બજાવે છે. તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની નોન રેસિડેન્ટ્સ ગુજરાતી કમિટીના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ ફોરેન ટ્રેડ કમિટીના સભ્ય છે. તેઓ ખ્યાતિ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ટિગ્રેટેડ લોની ગવર્નિંગ કાઉન્સિલ બોડીના મેમ્બર છે. તેઓ એસ પી પોલીસ યુનિટી ટુર ઈન્ડિયા, યુએસએના કો - ઓર્ડિનેટર હોવા ઉપરાંત SVUM 2018 ઈન્ટરનેશનલ ટ્રેડ શોના ઈન્ટરનેશનલ રિલેશન્સના સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે અગાઉ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન ગુજરાતના પોલિટિકલ એડવાઈઝર તરીકે સેવા આપી છે.

સંપર્કઃ મનહર પટેલ

07860 430 895


comments powered by Disqus