જાણીતા સાહિત્યકાર અને અને નિવૃત્ત IAS અધિકારી શ્રી ભાગ્યેશ જહા લંડનની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ જાણીતા કવિ પણ છે. કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે તેમણે ઘણું યોગદાન આપ્યું છે. તેઓ સાત કરતાં વધુ વર્ષથી ‘ગુજરાત’ પાક્ષિકના એડિટર હતા.
તેમણે ગુજરાત સાહિત્ય એકેડમી, ગાંધીનગરના અધ્યક્ષ તરીકે સેવા આપી છે. શૈક્ષમિક કારકિર્દીમાં તેમણે સંસ્કૃત વિષયમાં બી.એનો અભ્યાસ કર્યો છે. તેમણે ટેક્સેશન સાથે એલ.એલ.બી કર્યું છે. તેમણે માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટનો કોર્સ કર્યો છે. તેમને યુએસડીએ ગ્રેજ્યુએટ સ્કૂલ વોશિંગ્ટન ખાતે ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના અભ્યાસ માટે નિયુક્ત કરાયા હતા. પીડીપી યુનિવર્સિટીમાં વર્લ્ડ ક્લાસિક્સમાં ખાસ કરીને ભગવદ ગીતા શીખવાડવા તેમની વિઝિટિંગ ફેકલ્ટી તરીકે નીમણુંક કરાઈ હતી.
ડિપાર્ટેન્ટલ એડમિનિ-સ્ટ્રેશનના ગુજરાત મોડેલમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન SPIPAના નવા સ્વરૂપમાં તેમણે સફળ સંકલન કર્યું હતું. ૨૦૦૭માં વાઈબ્રન્ટ ગુજરાતના આયોજન માટે તેમણે ઈન્ડેક્સ્ટ – બીને ફરી ચેતનવતું કર્યું હતું.
સંસ્કૃતિ, રમતગમત અને યુવા બાબતોના સચિવ તરીકે તેમની કામગીરી ખૂબ યાદગાર રહી હતી. તેમણે રાજ્યમાં યુવા પ્રતિભાઓ વિશેનો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો હતો.
સરદાર પટેલ સ્ટેડિયમમાં તેમણે વિશ્વના સૌથી મોટા કોરિયોગ્રાફ્ડ શોનું આયોજન કર્યું હતું. તેમાં ૬,૦૦૦ કલાકારોએ ભાગ લીધો હતો. તેઓ સારા વક્તા પણ છે. ‘ભગવદ ગીતા’ અને ‘વર્ક્સ ઓફ કાલિદાસ’ પરની તેમની વ્યાખ્યાન શ્રેણી ખૂબ લોકપ્રિય બની હતી. છેલ્લાં દસ વર્ષથી તેઓ મુંબઈમાં જૈન યુવક સંઘ દ્વારા યોજાતી પર્યૂષણ વ્યાખ્યાનમાળામાં પ્રવચન આપે છે.
સંપર્કઃ મનહર પટેલ
07860 430 895

