પૂણેઃ મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી) દ્વારા દેશની પ્રથમ વિશ્વશાંતિ યુનિવર્સિટીમાં દુનિયાનો બીજો સૌથી મોટો ગુંબજ (ડોમ) બનાવાયો છે. ૬૨,૫૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા ડોમને બનાવતાં ૧૩ વર્ષનો સમય લાગ્યો છે. એમઆઇટીના સંસ્થાપક ડો. વિશ્વનાથ કરાડે જણાવ્યું કે ધર્મ અને તત્ત્વજ્ઞાન પર આધારિત વર્લ્ડ પાર્લામેન્ટ બીજીથી પાંચમી ઓક્ટોબર સુધી યોજાઇ છે, જેમાં દુનિયાભરમાંથી ૧૨૦ વિશેષજ્ઞો હાજરી આપશે.
એમઆઇટીની વિશ્વશાંતિ લાઇબ્રેરીમાં ૫૪ સ્ટેચ્યૂ પણ લગાવાયાં છે. ઉલ્લેખનીય છે કે દુનિયામાં સૌથી મોટો ગુંબજ સેન્ટ પીટર્સ બેસિલિકા વેટિકન સિટીમાં બનેલો છે. તેની ઊંચાઈ ૪૪૮ ફૂટ છે અને પહોળાઈ ૪૯૦ ફૂટ છે. આ ડોમનો વ્યાસ ૧૩૮ ફૂટ છે. ગોળાકારના હિસાબે એમઆઇટી પૂણેમાં દુનિયાનો સૌથી મોટો ગુંબજ બન્યો છે.

