હળવે હૈયે...

જોક્સ

Wednesday 26th September 2018 07:21 EDT
 

પત્ની (ફોન પર)ઃ મને પિયર આવ્યો દસ દિવસ થયા... મને યાદ કરો છો કે નહીં?
પતિઃ એટલી સારી યાદશક્તિ હોત તો હું બોર્ડમાં ટોપર ના હોત?

ફેસબુક ફ્રેન્ડશીપના એક ‘કડવા’ અનુભવ બાદ શાયરે દુઃખી દુઃખી થઈને એક શેર લખ્યોઃ
જિસે ચાંદ સમજ કર દિનરાત ચેટિંગ કરતા થા, વો મેરે હી મહોલ્લે કા સુરજ નિકલા...

ગામડાંની છોકરી સાથે પરણો તેમાં તો જાણે વાંધો નહીં, પરંતુ રોમેન્ટિક થઈને તેના ખોળામાં માથું મુકો તો તે તરત જૂ જોવા માંડશે!

પતિઃ હજુ તો ઘરમાં પગ મૂક્યો નથી કે બોલવાનું ચાલુ, આટલું બધું ન બોલ! તને એમ નથી થતું કે પતિ થાક્યો-પાક્યો ઘરે આવે તો તેને શાંતિ લેવા દઈએ? રિલેક્સ થવા દઈએ?
પત્નીઃ તો લે, રિલેક્સ તમારે જ થવાનું હોય?

ગુજરાતીઃ ભાઈ મારે ટેટુ બનાવવું છે.
આર્ટિસ્ટઃ કહો, શું બનાવી આપું?
ગુજરાતીઃ શાનું બનાવડાવવું જોઈએ?
આર્ટિસ્ટઃ જે તમારા દિલથી વધારે નજીક હોય તેનું બનાવડાવો.
ગુજરાતીઃ તો ખમણ-ઢોકળાનું બનાવ.

ભૂરોઃ હું નથી ઈચ્છતો કે મારી દીકરી આખી જિંદગી કોઈ મૂર્ખ વ્યક્તિ સાથે પસાર કરે.
રાજુઃ એટલે જ તો હું તેની સાથે લગ્ન કરીને તેને અહીંયાથી લઈ જવા માગું છું.

લલ્લુએ (કલ્લુને)ઃ ભાભી સાથેનો ઝઘડો ખતમ થયો?
કલ્લુઃ ઘૂંટણીયે પડીને આવી હતી મારી પાસે.
લલ્લુઃ શું વાત કરે છે? પછી?
કલ્લુઃ કહે, જલ્દી પલંગ નીચેથી બહાર આવી જાવ. મેં સાવરણી કબાટમાં મૂકી દીધી છે. હવે નહીં મારું.... પ્રોમિસ...!

જિગોઃ પપ્પા કાલે મારી સ્કૂલમાં નાનકડું ગેટ ટુ ગેધર છે. જેમાં તમારે આવવાનું છે.
પિતાઃ નાનકડું એટલે?
જિગોઃ તમે, હું અને પ્રિન્સિપાલ - બસ આપણા ત્રણનું છે.

પત્નીઃ તમારા કરતાં તો રાક્ષસ સાથે મારા લગ્ન થયા હોત તો સારુ થાત. હું વધારે ખુશ હોત.
પતિઃ આપણા સમાજમાં ક્યારેય બ્લડ રિલેશનમાં લગ્ન થતા નથી.

એક ગાઢ જંગલના એક રસ્તા પર એક બાવો તેના ચેલા જોડે બેઠો હતો. તેમણે એક બોર્ડ મૂક્યું હતું જેમાં લખ્યું હતુંઃ ‘થોભો... તમારો અંત નજીક છે. બહુ મોડું થઈ જાય એ પહેલાં અમે તમારો જીવ બચાવી શકીએ તેમ છીએ.’
થોડી વાર પછી ત્યાં એક કાર નીકળી. ત્યાં બેઠેલા ચેલાએ ગાડીના ડ્રાઈવરને બોર્ડ વાંચવાનો ઈશારો કર્યો. ડ્રાઈવરે બોર્ડ વાંચીને બંનેને ગાળ આપી અને કહ્યુંઃ ‘તમે આ જંગલમાં પણ તમારી દુકાન ખોલી બેઠા છો. શરમ કરો શરમ.’
ચેલાએ ઉદાસ થઈ ગુરુજી સામે જોયું. ગુરુજી બોલ્યાઃ ‘પ્રભુ ઈચ્છા બળવાન.’
પાંચ મિનિટ પછી કારની બ્રેકનો અવાજ આવ્યો અને મોટો ધડાકો થયો.
થોડી વાર પછી એક ટ્રક નીકળી તેણે પણ ચેલાની વાતને નકારી, અને આગળ જઈ ભટકાયો.
ફરી ગુરુજી બોલ્યાઃ ‘પ્રભુ ઈચ્છા બળવાન...’
હવે ચેલાથી રહેવાયું નહીં. તેણે બાવાને કહ્યુંઃ ‘મહારાજ, પ્રભુની ઈચ્છા તો ઠીક છે. પણ
આપણે બોર્ડ પર સીધેસીધું એમ જ લખી નાંખવાની જરૂર છે કે ‘આગળ પુલ તૂટેલો હોવાથી રસ્તો બંધ છે.’


comments powered by Disqus