લંડનઃ આગામી ૧૭મી ફેબ્રુઆરીએ BAPS સ્વામીનારાયણ મંદિર દ્વારા નેશનલ ગુજરાતી ટીચર્સ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. આ કોન્ફરન્સમાં સમગ્ર યુકેની ગુજરાતી સપ્લીમેન્ટરી સ્કૂલો અને સંસ્થાઓના હેડ ટીચર્સ તથા મેનેજમેન્ટ ટીમના સભ્યો ભાગ લેશે અને પોતાના અનુભવોની ચર્ચા અને આદાન-પ્રદાન કરશે. નીસડન સ્વામીનારાયણ મંદિર ખાતે સવારે ૧૦થી બપોરે ૪ દરમિયાન યોજાનારી આ કોન્ફરન્સમાં એક્ઝામિનેશન બોર્ડ PEARSONના લેગ્વેજ સબ્જેક્ટ એડવાઈઝર નવા ગુજરાતી GCSE અભ્યાસક્રમ વિશે માહિતી આપશે. NRCSEના ડિરેક્ટર ગુજરાતી શાળાઓની ગુણવત્તાનું ધોરણ સુધારવા માટે માર્ગદર્શન આપશે. કોન્ફરન્સની સાથે યોજાનારા વર્કશોપમાં અનુભવી શિક્ષકો વિવિધ પદ્ધતિઓની વિસ્તૃત માહિતી શેર કરશે. રજિસ્ટ્રેશન સવારે ૯ વાગ્યાથી શરૂ થશે. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ તેના મિડીયા પાર્ટનર છે. વધુ માહિતી માટે સંપર્ક: અલ્પેશભાઇ 07830 349 582.