લંડનઃ પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચેસ ઓફ કોર્નવોલના યજમાનપદે બ્રિટિશ એશિયન ટ્રસ્ટની ૧૦મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે રિસેપ્શન અને ડિનરનું મંગળવાર તા.૦૬-૦૨-૧૮ સાંજે ૭થી રાત્રિના ૧૧ દરમિયાન બકિંગહામ પેલેસ, બકિંગહામ પેલેસ રોડ, લંડનSW1A 1BA ખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમમાં ટ્રસ્ટના સ્થાપક પ્રિન્સ ઓફ વેલ્સ તેમનું વક્તવ્ય આપશે. આ પ્રસંગે રતન ટાટા, લક્ષ્મી મિત્તલ, રીઝ એહમદ અને અનુશ્કા શંકર સહિત વિવિધ ક્ષેત્રના ટ્રસ્ટના ૨૦૦ સમર્થકો ઉપસ્થિત રહેશે. મ્યુઝિશિયન અને પ્રોડ્યુસર નોટી બોય તેમજ ભારતીય ગાયિકા કનિકા કપૂર ગીત-સંગીત રજૂ કરશે. એક્રેડિશન શુક્રવાર તા.૨-૨-૧૮ બપોરે ૧ વાગે બંધ થશે. સંપર્ક. અમાન્ડા ફોસ્ટર LVO - 020 7024 5664

