મનમોહન સિંહ શાક લેવા ગયા...
મનમોહજીઃ ભીંડા શું ભાવ છે?
શાકવાળોઃ અરે વડીલ, મફતમાં લઈ જાવ! તમારો અવાજ પહેલી વાર સાંભળ્યો છે...
નરેન્દ્ર મોદી શાક લેવા ગયા....
મોદીઃ ભીંડા શું ભાવ છે?
શાકવાળોઃ અહોહો! મફતમાં લઈ જાવ સાહેબ! ચૂંટણી પછી પહેલી વાર સડક પર જોવા મળ્યા છો.
રાહુલ ગાંધી શાક લેવા ગયા....
રાહુલઃ ભીંડા શું ભાવ છે?
શાકવાળોઃ બાબા, મફતમાં લઈ જાવ! આ ભીંડા નથી, ચોળી છે!
હવે સવાલ એ છે કે આ શાકવાળો કોણ હતો?
જવાબઃ કેજરીવાલ જ હોય ને! આટલું બધું મફતમાં બીજું કોણ આપે છે?
•
તાજેતરમાં થયેલા સર્વેક્ષણ મુજબ ભારતમાં ૨,૨૫,૪૬,૩૭૨ લોકો આળસુ છે. એમાંથી અમુક તો એટલા આળસુ છે કે અહીં લખેલો આંકડો પણ વાંચતા નથી!
•
વસિયતનામું ક્યારે લખવું જરૂરી હોય છે?
૧. જ્યારે ‘સીધો’ વારસદાર ના હોય.
૨. જ્યારે વારસદાર ‘સીધો’ ના હોય!
•
એક શરાબી પોતાની નેત્રદાનનું ફોર્મ ભરવા ગયો. ફોર્મ ભર્યા બાદ ડોક્ટરે પૂછયુંઃ કંઈ ખાસ સૂચના આપવાની છે?
શરાબીઃ જેને પણ મારી આંખો લગાવો તેને જરૂર કહી દેજો કે બે પેગ લગાવ્યા બાદ જ તે
ખૂલે છે.
•
વિજ્ઞાની સંતાએ એવી દવા બનાવી જેનાથી ૬૦ વર્ષની મહિલા ૨૫ વર્ષની લાગે.
બંતા (સંતાને)ઃ યાર, તારી દવા તો ધૂમ વેચાતી હશે નહીં?
સંતાઃ અરે ના યાર, બિલકુલ વેચાતી નથી...
બંતાઃ પણ કેમ?
સંતાઃ કારણ કે કોઈ મહિલા પોતાને ૬૦ વર્ષની માનવા જ તૈયાર નથી.
•
એક માણસ સ્કૂટરનું સ્ટેન્ડ ચઢાવીને થિયેટરની સંતાની સામે આવીને ઊભો રહ્યો.
સંતાને પૂછ્યુંઃ સ્કૂટર સ્ટેન્ડ ક્યાં છે?
સંતાઃ તમારું નામ કહો?
ભાઈઃ રમેશ
સંતાઃ તમારા માતા-પિતા શું કામ કરે છે?
ભાઈઃ કેમ? મારી માતા ડોક્ટર અને પિતા એન્જિનિયર છે. હવે જલ્દી કહો.
સંતાઃ તમારી પાસે પ્રોપર્ટી કેટલી છે?
ભાઈઃ ગામમાં ખેતર-જમીન બધું છે, જલ્દી કહો મારી ફિલ્મ શરૂ થઈ જશે.
સંતાઃ છેલ્લો સવાલ, તમે કેટલું ભણેલા છો?
ભાઈઃ હું એમબીએ કરું છું. હવે જલ્દી કરો, ભાઇ મારે મોડું થાય છે...
સંતાઃ અરે યાર તમે પોતે આટલા ભણેલા, આટલા સુખી મા-બાપનું સંતાન થઈને તમને એટલી ખબર નથી કે સ્કૂટરનું સ્ટેન્ડ તેના નીચેના ભાગમાં હોય છે!!!
•
કર્મચારીઃ સર, મેં મારા આધારકાર્ડને મારા બેંક એકાઉન્ટ સાથે લિન્ક પણ નથી કરાવ્યું, તો પણ મારા એકાઉન્ટમાં રાંધણગેસની ૨૦૦ રૂપિયાની સબસિડી આવી ગઈ.
બોસઃ અરે ભાઈ, એ સબસિડી નથી તારું ઇન્ક્રીમેન્ટ છે.
•
પતિઃ અરે, રાત્રે મોબાઈલને ચાર્જિંગમાં ના મૂકીશ. બ્લાસ્ટ પણ થઈ શકે છે.
પત્નીઃ તમે ખોટું ટેન્શન ના રાખશો, મેં મોબાઈલમાંથી બેટરી કાઢી લીધી છે.
