લંડનઃ યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પટને બર્મિંગહામના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાના સહયોગથી વુલ્વરહેમ્પટનમાં શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહની ૩૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે તેમના જીવન અને ઉપદેશો વિશે ફોટોગ્રાફીક પ્રદર્શન યોજ્યું છે.
આ પ્રદર્શનનો લાભ નાગરિકો આગામી ૪થી માર્ચ સુધી સવારે ૧૦થી સાંજે ૬ દરમિયાન લઈ શકશે. યુનિવર્સિટીના મિલેનિયમ સિટી બિલ્ડીંગમાં યોજાયેલા આ પ્રદર્શનમાં વિનામૂલ્યે પ્રવેશ મેળવી શકાશે. વધુ માહિતી માટે સંપર્ક. 01902 32 2736 અથવા 01902 518647.
