પ્રેમ મંદિરમાં પત્નીને પૂજે છે રાજુ

Wednesday 28th February 2018 06:31 EST
 
 

બેંગ્લૂરુઃ પ્રેમના પ્રતીક તાજમહેલ વિશે સહુ જાણે છે પણ કર્ણાટકના ચામારાજાનગરમાં રહેતા રાજુ ઉર્ફે રાજુસ્વામી નામના ખેડૂતે તો પત્નીનું મંદિર બનાવ્યું છે. ૨૦૦૬માં પત્નીના નામે ‘રાજમ્મા મંદિર’ બનાવ્યું છે ત્યારથી રાજુ અહીં પૂજાઅર્ચન પણ કરે છે. રાજુ કહે છે કે લગ્નના થોડાક દિવસો બાદ એક વખત સામાન્ય વાતચીતમાં રાજમ્માએ મંદિર બનાવવાની ઇચ્છા દર્શાવી હતી, પણ મંદિર બને તે પહેલાં જ તેનું અકાળે અવસાન થયું. જોકે રાજુને તેની ઇચ્છા યાદ હતી. તેણે રાજમ્માનું જ મંદિર બનાવી તેની સ્મૃતિને ચિરંજીવ બનાવી દીધી.


comments powered by Disqus