લંડનઃ આપના બાળકથી દૂર રહેવું ખાસ કરીને પ્રથમ વખત માતા બની હોય તેના માટે ભયભીત કરે તેમ હોય છે. જોકે, બ્રાઈટ લીટલ સ્ટાર્સ જેવી શ્રેષ્ઠ નર્સરીઓમાં બાળકને મૂક્યા પછી માતાપિતા ચિંતામુક્ત થઈ શકે છે અને તેમની ગેરહાજરીમાં બાળકના સ્વાસ્થ્ય અને સંભાળની બાબતે સંપૂર્ણ રાહત અનુભવી શકે છે.
બ્રાઈટ લીટલ સ્ટાર્સ નર્સરીના સહસ્થાપકો અમોલ દેવાણી અને રુપીન પોપટ વ્યવસાયમાં જોડાયા તે પહેલા તેમની કારકિર્દીની ભૂમિકા અલગ હતી. અમોલ દેવાણીને ટોપ લેવલ બેંકિંગ, મેનેજરિયલ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કૌશલ્યનો ૧૫ વર્ષનો અનુભવ છે. રુપીન પોપટને હોટલ અને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં મેનેજર કક્ષાનો અનુભવ છે.
નોર્થવેસ્ટ લંડનના હેરોમાં તેમણે એક વર્ષ અગાઉ શરૂ કરેલી નર્સરીમાં એશિયન વોઈસ/ગુજરાત સમાચાર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે બન્ને ૨૫ વર્ષથી પારિવારિક મિત્રો છે અને મિલ હીલ, હેરો, વોટફર્ડ અને સ્ટેનમોરમાં તેમણે બ્રાઈટ લીટલ સ્ટાર્સ નર્સરી શરૂ કરી હતી.
મિલ હીલ નર્સરીને ઓફસ્ટેડ દ્વારા ‘આઉટસ્ટેન્ડિંગ ઈન ઓલ એરિયા’નું ગ્રેડિંગ અપાયું હતું અને તેમાં ૧૦૦ થી વધુ બાળકોનું વેઈટ લિસ્ટ હોવાનું કહેવાય છે. તે ઉપરાંત બાળકો નર્સરી બહાર અથવા અંદર ઈતરપ્રવૃત્તિમાં ભાગ લેવા માગતા હોય તો તેની તક અપાય છે. બાળકોને પૌષ્ટિક અને આરોગ્યવર્ધક આહાર મળે તે નર્સરી સુનિશ્ચિત કરે છે. તેમના કીચનમાં બનાવાયેલું તાજું ગરમ ભોજન બાળકોને અપાય છે.
બાળક નર્સરીમાં હોય ત્યારે દરેક રૂમમાં મૂકાયેલા સીસીટીવી મારફતે તેમના પેરન્ટ્સ નર્સરી કેમ દ્વારા તેમની પ્રવૃત્તિઓ જોઈ શકે છે. માતાપિતા લોગીન કરીને દરરોજ ૧૫ મિનિટ તે જોઈ શકે છે. બાળકોની સ્વસ્થતા અને સલામતીને નર્સરી ખાસ મહત્ત્વ આપે છે. નર્સરીમાં સ્કૂલ રિલેશનશીપ મેનેજરની સુવિધા છે.

