ચંગુઃ આજે તારી મમ્મી આટલી ચૂપચાપ કેમ બેઠી છે?
ચિન્કીઃ મારા કારણે...
ચંગુઃ કેમ, તેં એવું શું કર્યું?
ચિન્કીઃ મમ્મીએ લિપસ્ટિક માગી હતી અને મેં ફેવિક્વિક આપી દીધી.
•
એક પતિ મંદિરમાં ગયો અને ભગવાનને પૂછ્યુંઃ હે પ્રભુ, તેં બાળપણ આપ્યું અને છીનવું લીધું. એશઆરામ આપ્યો અને છીનવી લીધો. પૈસા આપ્યા એ પણ ખલાસ થઈ ગયા અને હવે આ પત્ની આપી તો તેને આપીને ભૂલી જ ગયો.
•
બે વંદાની આઈસીયુમાં એકબીજાની જોડે પથારી હતી.
પહેલાએ બીજાને પૂછ્યુંઃ તને શું હીટથી માર્યું કે સ્લીપરથી?
બીજોઃ અરે કોઈએ નહીં, એક છોકરી મને જોઈને એટલી જોરથી બૂમ પાડી કે મને હાર્ટ એટેક આવી ગયો.
•
સંતાએ બંતાને કહ્યુંઃ મારી વાઈફ કાલ રાતની મરી ગઈ છે. હું બહુ ટ્રાય કરું છું પણ મને રડવું નથી આવતું. તો હું શું કરું?
બંતાઃ તું એવું ધારી લે કે તે પાછી આવી ગઈ....
અને સંતા જોર-જોરથી રડવા લાગ્યો.
•
ચંપા રડી રહી હતી. એ જોઈને એની નોકરાણી લીલી બોલીઃ બહેનજી આમ શા મારે આટલું બધું રડો છો?
‘મને શંકા છે કે, મારા પતિને એની સેક્રેટરી જોડે લફરું છે.’
લીલીઃ ‘બહેનજી, મને ખબર છે કે તમે મને ચીડવવા અને હું એમની જોડે ઝઘડો કરું એટલા માટે કહો છોને?’
•
ચંપાઃ ડિયર ચંપક, મારે તને એક વાત કરવી છે.
ચંપકઃ હા, તો કહેને, એમાં આટલી ગભરાય છે કેમ?
ચંપાઃ પ્લીઝ મને માફ કરી દે, મેં તારાથી એક વાત છૂપાવી છે.
ચંપકઃ શું સ્વીટહાર્ટ?
ચંપાઃ એ જ કે મારી ઓલરેડી સગાઈ બીજે થઈ ગઈ છે અને આવતા મહિને મારા મેરેજ છે. આપણે આટલો સમય સાથે વિતાવ્યો, એફબી અને વોટ્સએપ પર ચેટીંગ કર્યું, ફિલ્મો જોઈ, ફર્યાં અને....
ચંપકઃ બસ કર જાનેમાન, હવે રડાવીશ કે શું? ડોન્ટ વરી, ચાલ આજે હું તને મારા બાળકો અને પત્ની જોડે મળાવું.
•
ગર્લફ્રેન્ડઃ આજે હું કેવી લાગું છું?
બોયફ્રેન્ડઃ કેમ?
ગર્લફ્રેન્ડઃ બ્યુટી-પાર્લર જઈને આવી.
બોયફ્રેન્ડઃ બંધ હતું કે?
•
ચિન્ટુઃ પપ્પા, મને આ મોટું વાજું અપાવો.
પપ્પાઃ ના બેટા, એનો અવાજ બહુ મોટો છે, તું એને આખો દિવસ વગાડીને મારું માથું દુખાડી દઈશ.
ચિન્ટુઃ પપ્પા, તમે ચિંતા ના કરો. તમે જ્યારે સુઈ જશો ત્યારે જ હું વગાડીશ બસ.
•
ડોક્ટરઃ જરા જોરથી પેટ હલાવો તો.
પિન્ટુઃ કેમ કોઈ નવી કસરતના દાવ શિખવાડવાના છો?
ડોક્ટરઃ ના ના, એ તો મેં તમને દવા હલાવ્યા વગર પીવડાવી દીધી એટલે!
•
પત્નીઃ મૈં હરરોજ પૂજા કરતી હું, પ્રાર્થના કરતી હું, કાશ એક દિન શ્રીકૃષ્ણ ભગવાન કે દર્શન હો જાય...
પતિઃ એક બાર મીરાબાઇ કી તરહ ઝહર પીને કી ટ્રાય કર! શ્રીકૃષ્ણ ક્યા, સારે ભગવાન કે દર્શન હો જાયેંગે!
