નરેન્દ્ર મોદી મારા સૌથી વિશ્વાસુ મિત્રઃ આબે

Wednesday 31st October 2018 06:33 EDT
 
 

ટોકિયોઃ જાપાનના વડા પ્રધાન શિન્જો આબેનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા સૌથી વિશ્વાસુ મિત્રો પૈકીના એક છે. હું તેમની સાથે મળીને હિંદ-પ્રશાંત ક્ષેત્રને મુક્ત બનાવવા માટે મજબૂત દ્વિપક્ષીય સંબંધ વિકસાવવા માગું છું. ભારત વૈશ્વિકશક્તિ તરીકે ઊભરીને પ્રદેશ અને વિશ્વને સમૃદ્ધ બનાવી રહ્યો છે. વડા પ્રધાન મોદી મહાન દેશના ઉત્કૃષ્ટ નેતા છે.

બુલેટ ટ્રેન મિત્રતાનો ચમકતો સંકેત

આબેએ કહ્યું હતું કે અમદાવાદ અને મુંબઈ વચ્ચે જાપાની શિંકનસેન બુલેટ ટ્રેન દોડશે તે દિવસ ભારત-જાપાનની મિત્રતાનો ચમકતો સંકેત બની રહેશે. ભારત અને જાપાનના સંબંધો વિશ્વ માટે સૌથી વધુ આશીર્વાદરૂપ છે. જાપાન હાઇસ્પીડ રેલ, સબવે અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ દ્વારા વડા પ્રધાન મોદીના મેક ઇન ઇન્ડિયા અને ભારતના આર્થિક વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
બે દિવસની જાપાનની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન મોદી અને જાપાનના વડા પ્રધાન આબે વચ્ચે રવિવારે હોટેલ માઉન્ટ ફુજીમાં ઉષ્માસભર મુલાકાત યોજાઈ હતી. બાદમાં વડા પ્રધાન મોદી યામાનાશી ખાતે આવેલ શિન્જો આબેનાં હોલીડે હોમ વિલાના મહેમાન બન્યા હતા. ટોકિયો પહોંચેલા વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, શિન્જો આબે સાથેની આ મુલાકાત બંને દેશોના મજબૂત સંબંધોમાં નવો અધ્યાય જોડશે. મોદી અને આબેએ કહ્યું હતું કે, મજબૂત ભારત અને મજબૂત જાપાન એ પરસ્પર સહયોગ અને વિશ્વ માટે અનિવાર્ય છે.
વડા પ્રધાન મોદી ભારત અને જાપાન વચ્ચેના ૧૩મા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા ૨૭ ઓક્ટોબરે પાટનગર ટોકિયો પહોંચ્યા હતા. અહીં ભારતીય સમુદાયે વડા પ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભારતીય સમુદાયે હર હર મોદી, ઘર ઘર મોદી કહીને વડા પ્રધાનને આવકાર્યા હતા.

છ કરાર, જંગી મૂડીરોકાણ

શિખર મંત્રણાને અંતે બંને દેશોએ છ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. બુલેટ ટ્રેન સહયોગ ઉપરાંત ડિજિટલ પાર્ટનરશિપથી માંડીને સાયબર સ્પેસ, સ્વાસ્થ્ય, સંરક્ષણ, દરિયાઈ સુરક્ષાથી લઈને અંતરિક્ષ સહયોગના કરાર કરાયાનું બંને નેતાઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું.
બંને નેતાઓએ એવી પણ જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં વિદેશ પ્રધાન અને સંરક્ષણ પ્રધાન વચ્ચે મંત્રણા યોજાશે. જાપાને ભારતમાં ૨.૫ બિલિયન ડોલરનું રોકાણ કરવા સંમતિ દર્શાવી છે તો ૭૫ બિલિયન ડોલરના કરન્સી સ્વેપ કરાર કર્યા છે.

ભારત બન્યું છે ગ્લોબલ હબ

મોદીએ ભારતીય સમુદાયને સંબોધતાં કહ્યું હતું કે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અમારી સરકારની ટોચની અગ્રતા છે અને વેપારવ્યવસ્થા સરળ બનાવવા માટે સરકારે શ્રેણીબદ્ધ પગલાં લીધાં છે. મેક ઇન ઈન્ડિયા ભારતની ગ્લોબલ બ્રાન્ડ છે. ભારત સરકાર દેશમાં મોબાઇલ ફોનનાં ઉત્પાદન માટે નવી દિશાઓ ખોલી રહી છે. ભારત ફક્ત તેના માટે જ નહીં પણ આખા વિશ્વ માટે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવી રહ્યો છે. મોબાઇલ ફોનનાં ઉત્પાદનમાં ભારત ઝડપથી નંબર વન બની રહ્યો છે. મોદીએ દાવો કર્યો હતો કે ભારતમાં કોલ્ડ ડ્રિન્ક્સની બોટલ કરતાં પણ સસ્તા ભાવે એક જીબી ડેટા મળે છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ગામડાઓ સુધી પહોંચી છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારત હવે ઇલેક્ટ્રોનિક્સ અને ઓટો ઉત્પાદન ક્ષેત્રે ગ્લોબલ હબ બની રહ્યું છે. મોદીએ જાપાનીઓને બિઝનેસમાં પરસ્પર સહયોગ વધારવા અને ભારતમાં મોટા પાયે મૂડીરોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.

ખંભાતથી જાપાનઃ અનોખી ભેટ

વડા પ્રધાન મોદીએ જાપાનના વડા પ્રધાન આબેને હસ્તકળાથી તૈયાર કરાયેલા પથ્થરના વાટકા અને ઉત્તર પ્રદેશના કારીગરો દ્વારા તૈયાર કરાયેલી હાથવણાટની દરી ભેટમાં આપ્યાં હતાં. આ ઉપરાંત મોદીએ આબેને જોધપુરી પેટી પણ ભેટ આપી હતી. પથ્થરના વાટકા રાજસ્થાનના રોઝ અને યલો ક્વાર્ટઝમાંથી તૈયાર કરાયા હતા. આબેને અપાયેલા પથ્થરના વાટકા ગુજરાતના ખંભાતના હસ્તકલા કારીગર શબ્બીર હુસેન ઇબ્રાહીમ શેખ દ્વારા તૈયાર કરાયા છે. આ ઉપરાંત મોદીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના વણકરો દ્વારા તૈયાર કરાયેલી દરી આબેને ભેટ આપી હતી. આબેને અપાયેલા પથ્થરના વાટકા અને દરીઓ અમદાવાદ સ્થિત એનઆઈડીની સીધી દેખરેખમાં તૈયાર કરવામાં આવ્યા હતાં.

મોદી પહેલા વિદેશી નેતા

જાપાનની બે દિવસીય મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જાપાનના વડા પ્રધાન શીન્જો આબેએ યામાનાશીની હોટેલ માઉન્ટ ફુજી કાતે ઉષ્માસભર આલિંગન સાથે સ્વાગત કર્યું હતું. બપોરે માઉન્ટ ફુજીની નિશ્રામાં આવેલી હોટેલમાં આબેએ મોદી માટે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. ત્યાંથી બંને નેતાઓ યામાનાશી ખાતે આવેલા આબેના અંગત હોલિડે હોમની મુલાકાતે પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદી શિન્જો આબેના લેક કાવાગુચી નજીક આવલાં અંગત હોલિડે હોમની મુલાકાત લેનારા પહેલા વિદેશી નેતા છે. આબેએ પોતાના અંગત નિવાસસ્થાન ખાતે મોદી માટે ડિનરનું આયોજન ક્યું હતું. ડિનર બાદ બંને નેતા બુલેટ ટ્રેનમાં બેસીને ટોકિયો પહોંચવા રવાના થયા હતા. રવિવારે મોદી અને આબેએ એકબીજા સાથે આઠ કલાક ગાળ્યા હતા.

મોદીના જાપાન પ્રવાસનું મહત્ત્વ

મિત્રતાઃ મોદીનો જાપાન પ્રવાસ શરૂ થયો તેના બે દિવસ પૂર્વે જ શિન્જો આબે ચીન પ્રવાસેથી પરત ફર્યા હતા. ભારત છેલ્લા બે વર્ષમાં ડોકલામ વિવાદ પછીથી ચીનને નવેસરથી સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેના પગલે મોદી અને આબે ચીન સાથે વાતચીત ચાલુ રાખવા અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવા અંગે ચિંતિત છે. ચીન, જાપાન અને ભારત એશિયાની ત્રણ સૌથી મોટી મહાસત્તા છે.
સહયોગઃ મોદીનો આ ત્રીજો જાપાન પ્રવાસ છે. આબે પણ ત્રણ વખત ભારત પ્રવાસે જઇ ચૂક્યા છે. જાપાન ભારત સાથે સ્પેશિયલ સ્ટ્રેટેજિક ગ્લોબલ પાર્ટનરશીપ નિભાવી રહ્યું છે. તે મેક ઇન ઇન્ડિયામાં પણ મોટું સહયોગી છે. જાપાન એક લાખ કરોડ રૂપિયાના મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. બન્ને દેશ બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકામાં સંયુક્ત રોકાણો કરી રહ્યા છે.
ઉદ્દેશઃ ભારત-જાપાન સંબંધો હવે ખૂબ ગાઢ થઈ ગયા છે. વાસ્તવમાં ચીનનું પ્રભુત્વ ઘણું વધી રહ્યું છે. તેથી જાપાન ઇચ્છે છે કે ભારત સાથે તેના સંબંધો વધુ ગાઢ બને, જેથી ચીનને લઈને સત્તા અને શક્તિની સમતુલા જળવાય રહે. ટેક્લનોલોજી ક


comments powered by Disqus