પરેશ રાજાએ બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન માટે ભંડોળ એકત્ર કર્યું

Wednesday 27th June 2018 07:43 EDT
 
 

લંડનઃ શહેરની અગ્રણી કંપની માર્કેટિંગ ફાઈનાન્સિયલ સોલ્યુશન્સ (MFS)ના સીઈઓ અને સ્થાપક પરેશ રાજાએ ૧૭ જૂને લંડનથી બ્રાઈટન સુધીની બાઈક રાઈડમાં ભાદ લઈને બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન (BHF) માટે ૨૬,૦૦૦ પાઉન્ડ કરતાં વધુનું ભંડોળ એકત્ર કર્યું હતું.

રાજાએ જણાવ્યું હતું, ‘ મારા માટે તે ખાસ દિવસ હતો. આ રાઈડ પૂરી કરી શકાશ તેવો દ્રઢ વિશ્વાસ હતો તેથી મેં કોઈ ખાસ તૈયારી કરી ન હતી. ખરેખર, એક આનંદદાયક અનુભવ રહ્યો. હૃદયની બીમારી ધરાવતા નાનાથી માંડીને મોટા તમામ લોકો માટે આપણે એક દિવસ ચોક્કસપણે હાર્ટ ફેઈલ્યોર અને હૃદયરોગનો ઈલાજ શોધી કાઢીશું. મને મદદ કરવા માટે જેમણે બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન અને MFS ટીમને યોગદાન આપ્યું છે તે સૌનૌ હું આભાર માનું છું.’

BHFની મદદને લીધે યુકેમાં હૃદય અને રુધિરાભિસરણને લગતા રોગોથી મરતા લોકોની સંખ્યા ઘટીને લગભગ અડધી થઈ છે. પરંતુ, કમનસીબે દરરોજ સેંકડો લોકો તેમના જીવ ગુમાવે છે.


comments powered by Disqus