થેરેસા ઐતિહાસિક બ્રેક્ઝિટ વોટ હાર્યાં, પણ વિશ્વાસનો મત જીત્યાં

વડા પ્રધાન થેરેસા મે તેમની બ્રેક્ઝિટ સમજૂતી પર ઐતિહાસિક ૨૦૨ વિરુદ્ધ ૪૩૨ મતથી પરાજય મેળવ્યાં પછી લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને રજૂ કરેલા નો-કોન્ફિડન્સ વોટમાં ૩૨૫ વિરુદ્ધ ૩૦૬ મતના વિજય સાથે ઉગરી ગયાં છે. જોકે, તેમના માટે રાજકીય કટોકટી પૂર્ણ થઈ નથી. પાર્લામેન્ટમાં ૧૫ જાન્યુઆરી, મંગળવારની રાત ઐતિહાસિક અને નિર્ણાયક બની રહી હતી. થેરેસા મેએ બ્રસેલ્સ સાથે ત્રણ વર્ષ લાંબી વાટાઘાટોના અંતે ઘડેલાં બ્રેક્ઝિટ પેકેજને કોમન્સમાં સાંસદોએ ૨૩૦ મતની ઐતિહાસિક અને અભૂતપૂર્વ બહુમતીથી નકાર્યું હતું. થેરેસા મેની બ્રેક્ઝિટ સમજૂતીની તરફેણમાં ૨૦૨ અને વિરુદ્ધમાં ૪૩૨ મત પડ્યા હતા. ગત સદીમાં શાસક પક્ષ માટે આ સૌથી મોટો પરાજય હતો. બીજા દિવસે બુધવાર, ૧૬ જાન્યુઆરીએ રાત્રે લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને રજૂ કરેલા નો-કોન્ફિડન્સ વોટ પર મતદાન યોજાયું હતું, જેમાં થેરેસા મે ૩૨૫ વિરુદ્ધ ૩૦૬ મતથી વિજેતા નીવડ્યાં હતાં. આ પછી તેમણે વિપક્ષી નેતાઓ સાથે ભાવિ પગલાં વિશે વાતચીત આરંભી હતી.

કેન્યાની ફાઇવ સ્ટાર હોટલ પર હુમલામાં ૧૪નાં મોત

પૂર્વ આફ્રિકાન દેશ કેન્યાની રાજધાની નાઈરોબીમાં ફાઇવ સ્ટાર હોટલ કોમ્પલેક્સ પર ૧૫મીએ હુમલો થયો હતો. અહેવાલ પ્રમાણે આ ઘટનામાં ૧૪ લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે બંધક બનેલા લોકોને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. કેન્યાના રાષ્ટ્રપતિ ઉહુર કેન્યાટાએ કહ્યું...

૫૮.૧૬ મિનિટમાં ૫૦૦૦ પગથિયા સર કરી જૂનાગઢનો યુવાન પ્રથમ

ગિરનાર પર્વત પર ૧૩મી જાન્યુઆરીએ વહેલી સવારે ૩૪મી અખિલ ગુજરાત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધા માટે રાજ્યના ૨૦ જિલ્લામાંથી કુલ ૧૩૦૩ સ્પર્ધકોની અરજી આવી હતી. સવારે સ્પર્ધા વખતે ૨૨૬ ભાઈઓ તથા ૯૭ બહેનો મળી કુલ ૩૨૩ સપર્ધકો ગેરહાજર...

પર્મ સંધુ JPI મીડિયાના ચેરમેન

ન્યૂઝપેપર પબ્લિશર જેપીઆઈ મીડિયાનું નિયંત્રણ સંભાળતી ફાયનાન્સ કંપનીઓએ સોદાબાજીમાં અને કંપનીની પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન લાવવામાં નિષ્ણાત ‘ટર્ન એરાઉન્ડ સ્પેશિયાલિસ્ટ’ પર્મ સંધુની કંપનીના ચેરમેન પદે નિમણુંક કરી હતી.

બ્રિટન આગામી ૧૫ વર્ષમાં જ કેશલેસ સોસાયટી બની જશે

 Access to Cash Review ના રિપોર્ટ મુજબ બ્રિટન ૧૫ વર્ષમાં જ કેશલેસ સોસાયટી બની જશે. જોકે, આ સમાજમાં લાખો વૃદ્ધ અને અસલામત લોકો ઉપરાંત, ગ્રામીણ સમુદાયોનો સમાવેશ નહિ હોય. આ રિપોર્ટમાં દેવાં વધી જવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ગત દાયકામાં રોકડ રકમનો...

વિદ્યા બાલન બનશે ગણિતજ્ઞ શંકુતલા દેવી

પ્રસિદ્ધ ગણિતજ્ઞ શંકુતલા દેવીના જીવન પર આધારિત ફ્લ્મિમાં તેમની ભtમિકા અભિનેત્રી વિદ્યા બાલન નિભાવશે. શકુંતલા દેવીને ભારતની હ્યુમન કેલ્કયુલેટરના નામથી ઓળખવામાં આવે છે. 

કોમેડી કરતા કરતા કપિલ શર્મા થઈ ગયો ગિન્નીનો

કોમેડિયન-એક્ટર કપિલ શર્માએ ૧૨મી ડિસેમ્બરે તેની મિત્ર ગિન્ની ચત્રથ સાથે જલંધરમાં હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. લગ્નમાં કપિલ લીલા રંગની શેરવાની તથા હાથમાં તલવાર લઈને જોવા મળ્યો હતો. તો ગિન્ની લાલ રંગના લહેંગામાં હતી. એ પછી ૧૩મીએ કપિલ-ગિન્નીનાં...

ક્રિકેટ બુકી સંજીવ ચાવલાનાં પ્રત્યાર્પણનો માર્ગ ખુલ્લો થયો

દક્ષિણ આફ્રિકાના પૂર્વ સુકાની હેન્સી ક્રોન્યેને સંડોવતા અને વર્ષ ૨૦૦૦માં બહુ ગાજેલા ક્રિકેટ મેચ ફિક્સિંગ કેસમાં ચાવીરૂપ આરોપી સંજીવ ચાવલાના પ્રત્યાર્પણનો માર્ગ સાત જાન્યુઆરી, સોમવારે વેસ્ટમિન્સ્ટર કોર્ટે ખુલ્લો કર્યો છે. ૫૦ વર્ષીય ચાવલાને દેશનિકાલ...

ચેતેશ્વર પૂજારા બેવડી સદી ચૂક્યો, પણ ૯૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડયો

ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં ‘ધ વોલ’ ચેતેશ્વર પૂજારા ભલે બેવડી સદી ફટકારવાનું ચૂકી ગયો હોય, પરંતુ તેણે ૯૦ વર્ષ જૂના રેકોર્ડને તોડયો છે. પૂજારાએ આ ઇનિંગમાં ૩૭૩ બોલનો સામનો કરી ૧૯૩ રન કર્યા છે. આ સાથે ચેતેશ્વર પૂજારા ઓસ્ટ્રેલિયાની...

સપ્તાહમાં બીમારીની ૫૧,૦૦૦ રજાઓ લેતા ઈંગ્લેન્ડના શિક્ષકો

ઈંગ્લેન્ડમાં શિક્ષકોએ બીમારીના કારણે સપ્તાહમાં ૫૧,૦૦૦ રજા લીધી હોવાનો અંદાજ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન (DfE) દ્વારા જાહેર કરાયો છે. ગત શૈક્ષણિક વર્ષમાં શાળાઓએ શિક્ષકોની બીમારીના કારણે બે મિલિયનથી વધુ દિવસો ગુમાવ્યા હતા, જે શાળાકીય વર્ષના સપ્તાહ...

બ્રિટન આગામી ૧૫ વર્ષમાં જ કેશલેસ સોસાયટી બની જશે

 Access to Cash Review ના રિપોર્ટ મુજબ બ્રિટન ૧૫ વર્ષમાં જ કેશલેસ સોસાયટી બની જશે. જોકે, આ સમાજમાં લાખો વૃદ્ધ અને અસલામત લોકો ઉપરાંત, ગ્રામીણ સમુદાયોનો સમાવેશ નહિ હોય. આ રિપોર્ટમાં દેવાં વધી જવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ગત દાયકામાં રોકડ રકમનો...

ઠંડીની મોસમમાં પ્રસંગે ગરમ કપડાં પહેર્યાં વગર પણ રહો ‘હોટ’

ઠંડી મહિલાઓ માટે ચિંતાનો સમય પણ ખરો. સજીધજીને લગ્નમાં જવાનો એક બાજુ ઉત્સાહ, ઉમંગ તો બીજી બાજુ ઠંડી સામે રક્ષણ કઈ રીતે મેળવવું એ પ્રશ્ન. તમારા સાડી અને લહેંગા જેવાં મોંગા આઉટફિટ્સ પર સ્વેટર કે જેકેટ પણ ગમે નહીં. ઠંડી લહેરોમાં તમે વુલન ક્લોથ્સ...

NHS બોડી પાર્ટ્સ સ્કેન્ડલનું વધું વરવું સ્વરુપઃ HESના કોન્ટ્રાક્ટ્સ રદ

 NHS બોડી પાર્ટ્સ સ્કેન્ડલનું વધું વરવું સ્વરુપ બહાર આવ્યું છે. નોર્થ ટાયનેસાઈડમાં હેલ્થકેર એન્વિરોન્મેન્ટલ સર્વિસીસ (HES)ના મેડિકલ વેસ્ટના કચરાના નિકાલના સ્થળે સર્જિકલ ટ્રેનિંગમાં વપરાયેલાં માનવ મસ્તકો, ધડ અને હાથ-પગ જેવા અવયવોથી ભરેલાં ફ્રીઝ, કેન્સરની...

ઓમાનમાં ગુજરાત (ભાગ-૨)

સમગ્ર ઓમાનમાં કનકશી શેઠ ખજૂર અને ખારેકના મોટા વેપારી છે. જેમ ભગવાન વ્યાસ વિશે કહેવાયું છે કે, તેમણે કોઈ વિષય બાકી રાખ્યો નથી એમ તેમની ખીમજી રામદાસની પેઢીએ ઓમાનના વેપારમાં કંઈ બાકી રાખ્યું નથી. મોટા મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર, ફર્નિચરનો વેપાર,...

૨૦૧૯ની ચૂંટણીમાં ‘મહાગઠબંધન’નો પ્રયોગ હાસ્યાસ્પદ સાબિત થશે?

હિન્દુસ્તાની લોકશાહીની સૌથી વિચિત્ર – પણ દૂર ન થઈ શકે તેવી માયા - રાજકીય પક્ષોની સંખ્યાની છે. બંધારણ રચાયું ત્યારે પણ ભારતમાં ૨૦૦ જેટલા પક્ષો હતા. એવું નથી કે આઝાદી પછી જ આવું બન્યું છે. પૂર્વે પણ પક્ષો તો હતા જ. કોંગ્રેસ, મુસ્લિમ લીગ, હિન્દુ...to the free, weekly Gujarat Samachar email newsletter