હળવે હૈયે...

જોક્સ

Wednesday 27th June 2018 06:57 EDT
 

સન્તા અને બન્તાની પત્નીઓ એક કેરીના ઝાડ નીચે બેઠી બેઠી ક્યાંય લગી ચપડ-ચપડ વાતો કર્યા કરતી હતી.
અચાનક ઝાડ પરથી કેરી પડી. સન્તાની પત્ની બોલી ઉઠી, ‘કમાલ હૈ! ડિસેમ્બર કે મહિને મેં આમ કૈસે ગિરા?’
કેરી બોલીઃ ‘તુમ્હારી બાતે સુન સુન કે મેં પક ગયા!’

માણસે ભગવાનને પૂછ્યુંઃ ‘છોકરીઓ હંમેશાં સ્વીટ અને ક્યુટ હોય છે પણ પત્નીઓ કેમ ઓલ્વેઝ એન્ગ્રી હોય છે?’
ભગવાનઃ ‘જો ભાઈ, હું તો છોકરીઓનું જ સર્જન કરું છું. એમાંથી પત્નીઓ તો તમે બનાવો છે.’

બાળપણમાં આપણે ભૂલી જતા હતા ત્યારે બધા આપણને કહેતા હતા કે ‘બેટા, યાદ રાખતાં શીખો. બધી નાનીમોટી વાતો યાદ રાખો...’
હવે ‘બધું’ યાદ રાખીએ છીએ તો ઉપદેશ મળે છે કે ‘વડીલ, ભૂલી જતા શીખો!’

એક હરિયાણવી ખેડૂતે મોબાઇલ કંપનીમાં ફોન કર્યોઃ ‘રે, મારી ભૈંસને સિમ ખા લી, ઔર સુસરી ભાગ ગી..’
કસ્ટમર કેર પૂછે છે, ‘કૃપયા બતાયે હમ ઇસ મેં આપ કી ક્યા સહાયતા કર સકતે હૈ?’
હરિયાણીઃ ‘રે બાવલી, તું ક્યા સહાયતા કરેગી? તું તો મને ઇ બતા, કિ કહી રોમિંગ તો ના લાગેગી..’

રોડ-એક્સિડન્ટમાં ઘાયલ થઈને છગન હોસ્પિટલમાં એડમીટ થયો.
ડોક્ટરે પૂછયું, ‘આ ઇજા કેવી રીતે થઇ?’
છગનઃ એક મહિલા-ડ્રાઇવરે મારા પર ગાડી ચઢાવી દીધી.
ડોક્ટરઃ તમે ખબર પડી ગઈ હતી કે ગાડી મહિલા ચલાવી રહી છે તો તમારે સાઇડમાં હટી જવું જોઈએને... રસ્તાની વચ્ચે ચાલો તો શું થાય?
છગનઃ અરે ડોક્ટરસાહેબ, કયો રસ્તો ને કેવી વાત? હું તો એ વખતે મારી દુકાનમાં બેઠો બેઠો સિલાઇકામ કરતો હતો.

આખા શરીરમાં દુઃખાવાની ફરિયાદ સાથે સંતા ડોક્ટર પાસે ગયો.
ડોક્ટરઃ શું બીમારી છે તમને?
સંતાઃ મારું આખું શરીર દુઃખે છે. જ્યાં પણ આંગળી મૂકું છું ત્યાં દુઃખવા માંડે છે.
ડોક્ટરે સંતાના જાતભાતના રિપોર્ટ કરાવ્યા. આખા શરીરનો એક્સ-રે કરાવડાવ્યો. અને અકળાઈને કહ્યું, ‘તને કોઈ બીમારી નથી. તારી આંગળી તૂટેલી છે.’

ચંદુએ એની પત્નીને જોઈને કહ્યું, ‘આ જિંદગીથી કંટાળી ગયો છું. હું હમણાં જ આ સાડીનો ફાંસો બનાવીને લટકી મરું છું.’
વાઈફે જવાબ આપ્યો, ‘શું ગજબ કરો છો! આ નવી જ સાડી છે.’

એક શરાબીના હાથમાં જાદુઈ ચિરાગ આવી ગયો. તેને ઘસ્યો કે જીન પ્રગટ થયોઃ ‘હુકમ કરો માલિક! તમારી ત્રણ ઇચ્છાઓ પૂરી થશે!’
શરાબીઃ ‘પહેલા તો એક દારૂની એવી બોટલ આપ જેમાંથી શરાબ ખતમ જ ન થાય.’
જીને તરત જ એક બોટલ આપી. બોટલ હાથમાં આવતા જ શરાબી દારૂ ગટગટાવવા માંડ્યો જેવો છેલ્લો ઘૂંટડો ભર્યો કે તરત બોટલ ફરી ભરાઈ ગઈ! શરાબીને મઝા પડી. બે બોટલ દારૂ પી ગયા પછી એનાં ટાંટિયા આડાઅવળાં થવાં લાગ્યા.
જીન બોલ્યોઃ ‘માલિક, હજી બીજી બે ઇચ્છાઓ બાકી છે માગી લો.’
શરાબીઃ ‘એક કામ કર. આવી જ બીજી બે બોટલ આપી દે!’


comments powered by Disqus