ચંગુ અને ચંપા દામ્પત્યજીવનની વાતો કરી રહ્યા હતા.
ચંપાઃ શાસ્ત્રોમાં કહેવાયું છે કે પતિ-પત્ની એક ગાડીના બે પૈડાં સમાન છે. બેમાંથી કોઈ એક ખરાબ થઈ જાય. તો સંસારની ગાડી બરાબર નથી ચાલતી.
ચંગુએ તરત જ કહ્યુંઃ એટલે જ તો હું સ્પેરમાં એક પૈડું રાખવામાં માનું છું, પણ તું ગાંડી સમજતી જ નથી.
•
ચિંટુને રમવા જવું હતું અને ભૂખ પણ લાગી હતી એટલે તે ખિજાઈને પૂછવા લાગ્યોઃ મમ્મી હવે જમવાનું ક્યારે તૈયાર થશે?
તેની મમ્મી પણ તેન પર ખિજાઈ ગઈ અને કહ્યુંઃ શાંતિ રાખો. તારા પપ્પાને પણ ઘણી ભૂખ લાગી છે. હું તેમને છેલ્લા દોઢ કલાકથી કહું છું કે કે શાંતિ રાખો, દસ મિનિટમાં જમવાનું તૈયાર થઈ જશે છતાં તમે બાપ-બેટો બૂમાબૂમ કર્યા કરો છો.
•
એક ફકીર ફરતાં ફરતાં એક પાર્ટીમાં પહોંચી ગયા તો ત્યાંના લોકો તેની મજાક ઊડાવવા લાગ્યા.
ફકીર બોલ્યાઃ જુઓ અમે તો ફકીર કહેવાઈએ, અમારી મજાક ના ઊડાવશો. અમારી બદદુઆથી તમે પરેશાન થઇ જશો.
લોકો તો પણ માન્યા નહીં અને મોટેથી હસવા લાગ્યા.
અને અચાનક બધાને દેખાતું બંધ થઈ ગયું.
બધા જઈને ફકીરના પગમાં પડી ગયા. અને કરગરવા લાગ્યાઃ બાબા અમને માફ કરી દો...
ફકીર અકળાઈને બોલ્યાઃ અલ્યા બેવકૂફો... લાઈટ જતી રહી છે, કોઈ જનરેટર ચાલુ કરો. મને પણ દેખાતું નથી.
•
માથું ફૂટેલી હાલતમાં ચંગુ હોસ્પિટલમાં ગયો
નર્સઃ તમારું નામ શું?
પેશન્ટઃ ચંગુ.
નર્સઃ ઉંમર કેટલી?
ચંગુઃ ૩૧.
નર્સઃ મેરિડ?
ચંગુઃ ના-ના, એક્સિડન્ટ.
•
ટપુડોઃ (ભિખારી) શું તને ઘેર ઘેર જઈને ભીખ માગવાનું સારું લાગે છે?
ભિખારીઃ સારું તો નથી લાગતું પણ શું હું ઘેર બેસી રહીશ તો લોકો મને ઘેર બેઠા ખાવાનું આપી જશે?
•
બન્તાના એક ચાઇનિઝ મિત્રની પત્નીનું અવસાન થઇ ગયું. બન્તા એના બેસણામાં ગયો. બધા ચૂપચાપ બેઠા હતા. બન્તા પેલા ચાઇનીઝ મિત્રની બાજુમાં જઇને બેઠો. એના ખભે હાથ મુક્યો...
પણ શું કહેવું, એને સમજાતું નહોતું.
આખરે બન્તાએ કીધું, ‘હોતા હૈ યાર, વૈસે ભી વો ચાઇનીઝ થી.. કિતના ચલતી?’
•
એક વાર સંતા જહાજમાં એક સીટ ઉપર બેસી ગયો પછી ત્યાંથી ઊભો જ થતો નહોતો. લોકોએ એને બહુ સમજાવ્યો પણ માનતો જ નહોતો અને કહેતોઃ ગમે તે થાય હું નહીં ઊઠું.
એવામાં ત્યાં એક માણસ આવ્યો અને સંતા પાસે જઈ કાનમાં કંઈક બોલ્યો તો સંતા એકદમ ઊભો થઈને આગળની સીટમાં બેસી ગયો.
બધાને નવાઈ લાગી. અને તેઓએ ત્યાં જઈને એ માણસને પૂછ્યું કે તમે એને એવું તો શું કહ્યું કે તે તરત જ ત્યાંથી ઊઠી ગયો.
માણસ બોલ્યોઃ મેં એટલું જ કહ્યું કે તમારે ક્યાં જવાનું છે? તેણે જવાબ આપ્યો કે દુબઈ જવાનું છે. તો પછી મેં કહ્યું દુબઈની સીટ તો સૌથી પહેલી છે, તમે જે સીટ પર બેઠા છો તે તો અમેરિકાની છે.
