પ્રિટોરિયામાં લૂંટના ઈરાદે ભરુચના સાળા બનેવીની હત્યા

Wednesday 01st August 2018 07:21 EDT
 

પ્રિટોરિયાઃ કરમાડ ગામની દહેલાઇ સ્ટ્રીટમાં રહેતા ૩૫ વર્ષીય સોહેલ દીલાવર પટેલ ઉર્ફે ચંચોરીયા તેમના પત્ની ફાતિઝા અને ત્રણ વર્ષીય પુત્રી ફામિના સાથે આફ્રિકાના પ્રિટોરિયા શહેરમાં સ્થાયી થયા હતા. દસ વર્ષથી તેઓ સાઉથ આફ્રિકામાં વસતા હતા. પ્રિટોરિયામાં જ તેમના ઘરની સામે તેમના બનેવી ઇરફાન બશીર ખીદા રહેતા હતાં. તેઓ કંથારિયા ગામના વતની છે. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો છે. તાજેતરમાં ઇરફાનના નિવાસે ત્રાટકેલા અશ્વેત લૂંટારુઓએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો અને ઇરફાનભાઇ બહાર આવતાં જ તેમની પર બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. બનેવીના ઘરમાંથી અવાજ આવતાં સોહેલ તેના ઘરમાંથી બહાર આવી રહયો હતો ત્યારે લુંટારુઓએ દાદર પર જ તેના પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરતાં તે દાદર પર જ ઢળી પડયો હતો. ઇરફાનભાઇના પરિવારને બંધક બનાવી લૂંટારૂઓ કિમંતી ચીજવસ્તુઓની લૂંટ ચલાવી ફરાર થઇ ગયાં હતાં. ઇજાગ્રસ્ત ઇરફાનને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો, પરંતુ તેમણે  તેમણે દમ તોડી દીધો હતો. 


comments powered by Disqus