હળવે હૈયે...

જોક્સ

Wednesday 01st August 2018 07:02 EDT
 

આકાશમાં નરકના લોકોએ સ્વર્ગના લોકોને ક્રિકેટ રમવા માટેનું આમંત્રણ આપ્યું.
સ્વર્ગના પ્રમુખે હસતાં હસતાં કહ્યુંઃ અલ્યા ભાઈઓ! બધા જ સારા ખેલાડીઓ તો અમારા સ્વર્ગમાં છે. તો પછી તમે અમારી સાથે કઈ રીતે ટક્કર લઈ શકશો?
નરકના પ્રમુખે હળવાશથી કહ્યુંઃ હા, ભાઈ તમારી બધી વાત સાચી છે, પણ બધાં અમ્પાયરો તો અમારી સાથે છે ને!

વકીલઃ તમારી એક આંગળી માર્ગ દુર્ઘટનામાં કપાઈ ગઈ એમાં તમે એક કરોડ રૂપિયાનું વળતર માગવા ઈચ્છો છો. તમે જણાવશો એવું કેમ?
ચંપાઃ સાહેબ, મારી આ આંગળીની કિંમત કરોડોમાં છે.
વકીલઃ કેવી રીતે?
ચંપાઃ આ મારી એ જ આંગળી છે જેના પર મેં મારા પતિને આખી જિંદગી નચાવ્યા છે.

એક્ટ્રેસ ચંદા તેના પતિ ચંગુ પર ગુસ્સે થઈ ગઈ.
ચંદાઃ જો આજે પણ તમે દારૂ પીને ઘરે મોડા આવ્યા તો હું ખરેખર આપઘાત કરીશ.
ચંગુઃ ડાર્લિંગ, છેલ્લાં કેટલાંય વર્ષોથી તું મને આમ કહે છે. ન તું તારું વચન પાળે છે અને ન તો હું દારૂ છોડું છું.

ટિકીટચેકરે સન્તાને કહ્યું 'ટિકીટ દિખાઓ.'
સન્તાઃ યે લ્યો જી.
ચેકરઃ યે તો પુરાની હૈ.
સન્તાઃ તો તેરી ટ્રેન કૌન સી નયી શો-રૂમ સે નિકાલી હૈ ?

છગન: આપણાં લગ્નની ૨૫મી તિથિની ઉજવણી માટે હું તમને આંદામાન-નિકોબાર લઈ જઈશ.’
પત્ની: અરે વાહ રે વાહ…. આજ સૂરજ કઈ દિશાથી ઊગ્યો છે! તો પછી ૫૦મી લગ્નતિથિએ શું કરશો?
છગનઃ તને પાછો તેડવા આવીશ.

દસ લાખ લોકોનો સર્વે કર્યા પછી એક સત્ય બહાર આવ્યું છે કે લોકોને સુખ કેમ મળતું નથી?
આ સત્ય એ છે કે લોકો સતત એ જ શોધ્યા કરે છે કે સાલું, બીજાને સુખ કેવી રીતે મળી ગયું?

મગને બેન્કમાં અચાનક બૂમ પાડી: ‘અહીં કોઈનું એવું નોટનું બંડલ ખોવાઈ ગયું છે કે જેના પર લાલ કલરનું રબરબેન્ડ હતું?’
તરત જ સાત-આઠ જણના હાથ ઊંચા થયા. તેઓ મગન પાસે આવી પહોંચ્યા: ‘ક્યાં છે એ બંડલ?’
મગનઃ બંડલ તો ખબર નહીં, પણ મને એ રબરબેન્ડ મળ્યું છે!’

ચંગુ અને ચંપા પહેલી વાર વિદેશ ફરવા ગયાં. એરપોર્ટ પર બેસીને તેઓ બે સ્ત્રીઓની વાત સાંભળી રહ્યા હતા.
ફ્રેન્ચ સ્ત્રીઃ અમારે ત્યાં પુરુષ પ્રેમની શરૂઆત કરતાં પહેલાં ઘણી બધી રોમેન્ટિક વાતો કરે છે. પછી ધીમેથી તેના હાથની આંગળીઓ પ્રેમિકાના વાળમાં ખૂબ રોમેન્ટિકલી ફેરવે છે... ધીમે-ધીમે તે હાથ ગરદન સુધી પહોંચે છે.
અમેરિકન સ્ત્રીઃ અરે, એટલી વારમાં તો અમેરિકન પુરુષ હનીમૂન પૂરું કરીને પાછો પણ આવી જાય છે.

કોઈ ખાસ કામે પત્નીએ નોકરને બહાર મોકલ્યો પણ નોકર કામ બરાબર કરવાને બદલે ઉંધુ બાફી આવ્યો.
પતિએ ગુસ્સે થઈ કહ્યુંઃ તારે જો કોઈ ગધેડાને જ મોકલવો હતો તો પછી મને જ કહેવું હતું ને! હું જ જાત...’


comments powered by Disqus