આ બાબા પણ જેલમાં હવાફેર કરી ચૂક્યા છે...

Wednesday 02nd May 2018 06:03 EDT
 
 

આ પાંચેય બાબા મહિલાઓ સાથે દુષ્કર્મ, સેક્સરેકેટ ને ખોટાં કામ માટે જેલમાં જઈ ચૂક્યા છે
સ્વામી નિત્યાનંદઃ નિત્યાનંદની ૨૦૧૦માં આવેલી સેક્સ સીડીએ એવો હોબાળો મચાવ્યો કે તેનું સિંહાસન જ હચમચી ગયું. સીડીમાં તે દક્ષિણની પ્રસિદ્ધ અભિનેત્રી સાથે શારીરિક સંબંધ બાંધતો દેખાયો. તપાસમાં સીડી સાચી ઠરી. નિત્યાનંદનું ૨૦૧૪માં બેંગ્લુરુની હોસ્પિટલમાં પૌરુષત્વનું પરીક્ષણ કરાયું. ૨૦૧૦માં ૫૨ દિવસ સુધી જેલમાં રહ્યો.
ગુરમીત રામરહીમ સિંહઃ ડેરા સચ્ચા સોદાનો ગુરમીત રામરહીમ સિંહ ખુદને ભગવાનનો સંદેશવાહક ગણાવતો હતો. ગત વર્ષે હરિયાણા કોર્ટે આશ્રમની બે છોકરીઓ સાથે દુષ્કર્મ મામલે ૧૦-૧૦ વર્ષ કેદની સજા કરી છે. છોકરીઓએ કહ્યું રામરહીમ તેની અને ડેરાની અન્ય મહિલાઓ સાથે ગુફામાં દુષ્કર્મ કરતો હતો. તે રોહતક જેલમાં કેદ છે.
રામપાલઃ રામપાલ હરિયાણાના સિંચાઈ વિભાગમાં એન્જિનિયર હતો. ૧૮ વર્ષ નોકરી બાદ રાજીનામું આપ્યું, સત્સંગ કરવા લાગ્યો. આશ્રમમાં ગર્ભપાત સેન્ટર ચલાવતો હતો. તેના આશ્રમમાંથી હથિયાર, વાંધાજનક દવા પણ જપ્ત કરાઈ હતી. ત્યાં મહિલાઓના ટોયલેટમાં કેમેરા લગાવેલા હતા. દેશદ્રોહના મામલે હિસાર જેલમાં કેદ.
સંત ભીમાનંદ મહારાજઃ દિલ્હીથી પકડાયેલા ઈચ્છાધારી બાબા ઉર્ફે સંત ભીમાનંદ મહારાજનું અસલ નામ શિવમૂરત દ્વિવેદી છે. ૧૨ વર્ષમાં કરોડોની સંપત્તિ કમાઈ લીધી. ચિત્રકૂટમાં પ્રવચનની આડમાં સેક્સ રેકેટ ચલાવતો હતો. વેશ્યાવૃતિના આરોપસર ધરપકડ કરાઈ હતી. ગત વર્ષે દિલ્હી પોલીસે ફરી ધરપકડ કરી હતી.


comments powered by Disqus