‘કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન્સ’ વિશેષાંકનું લોકાર્પણ લંડન સહિત યુ.કે.ના શહેર-નગરોમાંથી ભારે લોકાવકાર

Wednesday 02nd May 2018 07:50 EDT
 
 

“ગુજરાત સમાચાર" Asian Voice દ્વારા પ્રકાશિત "કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન્સ" (Community Organaisations)નું ૨૧ એપ્રિલ, શનિવારે વેમ્બલી ખાતે વિધિવત્ લોકાર્પણ થયું હતું. લંડન એસેમ્બલી મેમ્બર નવીનભાઇ શાહ, બ્રેન્ટ બરોના મેયરશ્રી ભગવાનજીભાઇ ચૌહાણ, હેરોના લેબર કાઉન્સિલર રેખાબેન શાહ તથા "સંગત" એડવાઇઝ સેન્ટર-હેરોના ડિરેકટર કાન્તિભાઇ નાગડા, ગુજરાત સમાચાર-Asian Voiceના પ્રકાશક તંત્રી સી.બી. પટેલ, મેનેજીંગ એડિટર કોકિલા પટેલ, કન્સલ્ટીંગ એડિટર જયોત્સનાબેન શાહ તથા ન્યુઝ એડિટર કમલ રાવની ઉપસ્થિતિમાં ૩૦૦ આમંત્રિતોની હાજરીમાં માહિતીસભર વિશેષાંકનું વિમોચન થયું ત્યારે સૌએ તાળીઓથી વધાવ્યો હતો.
યુ.કે.માં વિવિધ પ્રવૃત્તિઓથી સક્રિય આપણી સંસ્થાઓ ભારતીય પરંપરાગત ધર્મ સંસ્કાર, સંગીત-કલા, શિક્ષણ, ભાષા-સાહિત્ય દ્વારા યુવાપેઢીમાં સુસંસ્કારો અને સંસ્કૃતિનું સંવર્ધન કરે છે એની માહિતી રજૂ કરતા આ અંગ્રેજી વિશેષાંકને સૌ વાંચકોએ ખૂબ આવકારી એની સરાહના કરી છે. આ વિશેષાંક પ્રસિધ્ધ કરી રહ્યા હતા ત્યારે અમે અમારા સાપ્તાહિકોમાં આ અંગે જાહેરાત કરી હતી પરંતુ કેટલીક સંસ્થાઓ અમારો સંપર્ક કરવામાં મોડા પડ્યા અથવા અમારી શરતચૂકથી અમે જે તે સંસ્થાનો સંપર્ક કરી નહિ શક્યા એવી સંસ્થાઓએ અમને પત્ર પાઠવી નારાજગી વ્યક્ત
કરી છે.


comments powered by Disqus