પિતાઃ મારો દીકરો મોટો થઈને શું બનશે?
રાજુઃ એટલો સમજુ બનીશ કે ત્રણ વર્ષના છોકરાને સવાલ ન પુછું.
•
પિતાઃ આટલા ઓછા માર્ક? બે લાફા મારવા જોઈએ.
રાજુઃ પપ્પા જલ્દી ચાલો ઓછા માર્ક આપનારા સાહેબનું ઘર મેં જોયું છે.
•
રાજુઃ એક સમય હતો જ્યારે હું વીસ રૂપિયા લઈને નીકળતો અને કરિયાણું, શાકભાજી અને દૂધ લઈને ઘરે આવતો.
ભૂરોઃ હવે દુકાનવાળાઓ સીસીટીવી લગાવે છે. હવે શક્ય નથી.
•
ભૂરોઃ હું તમારી દીકરી ચંપા સાથે લગ્ન કરવા માગું છું.
રાજુઃ તું મહિને કમાય છે કેટલું?
ભૂરોઃ ૨૦,૦૦૦ પૂરા.
રાજુઃ હું ચંપાને ૧૫,૦૦૦ તો પોકેટમની આપું છું.
ભૂરોઃ એ ઉમેરીને જ તો ૨૦ કહ્યા છે.
•
પત્નીઃ તમે મને કાયમ રાણી કેમ કહો છો?
પતિઃ નોકરાણી આખું કહેવામાં વાર લાગે એટલે.
પત્નીઃ પણ તમને ખબર છે હું તમને જાન કેમ કહું છું?
પતિઃ કેમ?
પત્નીઃ જાનવર આખું બોલવામાં વાર લાગે એટલે.
•
કયા મોઢે તારા વખાણ કરું
આ વાત સૌથી પહેલાં...
રાવણે તેની પત્નીને કહી હશે.
•
સરકારી આંકડા કહે છે કે, ‘આપણી આવનારી પેઢી વાઘ નહીં જોઈ શકશે.
સરકારની વાત સાચી પણ એમાં આપણે શું કરીએ? આપણે ય ડાયનોસોર નથી જોયો તો કરી છે ફરિયાદ? મુદ્દાની વાત એ છે કે, દેશમાં ૧૦૦૦ પુરુષ દીઠ ફક્ત ૮૪૦ સ્ત્રીઓ છે માટે મહિલા બચાવો... વાઘનું તો પછી જોયું જશે. બાઇક પાછળ પત્નીને બેસાડવાની છે વાઘને નહીં અને પત્નીઓ વાઘથી ક્યાં કામ છે?’
•
હું ક્યારની એમને પૂછી રહી છું, ‘તમારા જીવનની સૌથી મોટી મુશ્કેલી કઈ!’ તેઓ કોઈ જવાબ નથી આપતા. બસ, ક્યારના મારી સાથે તાકી રહ્યા છે. બોલો મારે શું સમજવું?
•
સરસ વરસાદી મૌસમ છે. કુંવારા છે તેઓ એકદમ કાવ્યમય થઈ બેઠા છે. પ્રેમીઓ કોઈ ઝાડ પાછળ સંતાઈને પ્રેમના મુડમાં છે અને ગુજરાતી પરિણિતાઓ વિચારી રહી છે...
‘આ કપડાં ક્યાં સુકાવું? ધત્!’
•
એ તો ઇશ્વરનો જ પાડ માનવો રહ્યો કે પતિ હંમેશા સુંદર હોય છે. બાકી, બબ્બે લોકોએ બ્યુટીપાર્લર જવાનું થાત તો કેટલું મોંઘું પડતે!
•
શિક્ષકઃ ચિન્ટુ, રીંછના શરીર પર આટલા બધા મોટા વાળ કેમ હોય છે?
ચિન્ટુએ જવાબ આપવાના બદલે સામેથી સવાલ પૂછ્યોઃ સાહેબ, જંગલમાં વાળંદ ક્યાં હોય છે?
•
એક દિવસ પપ્પુએ પપ્પાને કહ્યુંઃ પપ્પા, તમારા માથા પર બે મહિના પહેલાં કેવા સરસ વાળ હતા. હવે કેમ ખરવા માંડ્યા છે? એને કારણે થોડી ટાલ પણ પડી ગઈ છે. આવું કેમ થયું?
પપ્પાએ ખુલાસો કરતાં કહ્યુંઃ બેટા, ચિંતા કરવાને કારણે આવું થયું છે.
પપ્પુએ ઉત્સુક્તાપૂર્વક પૂછ્યુંઃ શેની ચિંતા?
પપ્પાએ કહ્યુંઃ વાળ ખરવા માંડ્યા એની ચિંતા.
