હળવે હૈયે...

જોક્સ

Wednesday 04th April 2018 06:57 EDT
 

એક દિવસ વર્ગમાં શિક્ષકે પૂછ્યુંઃ અલ્યા ચંગુ બતાવ જોઈએ કે દોસ્ત અને દુશ્મનમાં શું ફરક છે?
તરત જ ચંગુએ ઊભા થઈને કહ્યુંઃ સાહેબ, એકમાં હેમા માલિની હતી અને બીજામાં મુમતાઝ હતી.

હસરત-એ-દિદાર કે લિયે
ઉન કી ગલી મેં
મોબાઈલ કી દુકાન ખોલી
અબ મત પૂછો યે
હાલત-એ-બેબસી, યારોં...
રોજ એક નયા બંદા
ઉન કે નંબર પે
રિ-ચાર્જ કરવાને આતા હૈ!

એક એફએમ રેડિયોના આરજેએ કહ્યું કે ‘તમને શું વાત કરું? આજે લોકોને વોટ્સ-એપનું એટલું ખરાબ વળગણ થઇ ગયું છે કે વાત ના પૂછો! મેં ગઇકાલે જ વોટ્સએપ પર એક એવો વીડિયો જોયો, જેમાં એક મમ્મી વોટ્સ-એપમાં એટલી બિઝી હતી કે એનો બાબો ગબડીને પાણીમાં ડૂબી ગયો તોય એને ખબર ના પડી... બોલો, કેટલું ભયંકર કહેવાય, નહિ? એ વીડિયો જોયા પછી મેં તો નક્કી કર્યું છે કે કમ સે કમ અઠવાડિયામાં એક દિવસ માટે વોટ્સએપ બંધ રાખવું જોઇએ! તમે શું માનો છો? જણાવજો...’
હજી એનું કહેવું પુરું નથી થયું ત્યાં તો આરજેના મોબાઇલમાં કમ સે કમ ૫૦૦ જણાનો મેસેજ આવ્યો કે ‘યાર, એ વીડિયો મને વોટ્સ-એપથી ફોરવર્ડ કરોને!’

ફિલ્મ જોવા માટેની લાંબી લાઈનમાં પ્રથમ નંબર એક પુરુષનો હતો. તેની પાછળ બે સ્ત્રીઓ હતી. દેખાવમાં તે બે સ્ત્રીઓ મા-દીકરી જેવી લાગતી હતી. હવે બે ટિકિટો બાકી હતી એટલે ટિકિટવાળાએ લાઈનમાં પહેલાં ઊભેલા પુરુષને કહ્યુંઃ હવે બે જ ટિકિટ બાકી છે. તમને વાંધો ન હોય તો તમારી પાછળ બે સ્ત્રીઓ સાથે છે તેમને આપી દઉં. તમે પણ દીકરીને માતાથી છૂટી પાડવા તો નહીં જ ઈચ્છતા હો.
પુરુષઃ ના-ના. તમે ટિકિટ તેમને જ આપી દો. જીવનમાં એક વખત મેં દીકરીને માતાથી છૂટી પાડી એનાં પરિણામો આજ સુધી સતત ભોગવી રહ્યો છું.

ચંગુ એક દિવસ આર્ટ ગેલેરીમાં તેના પપ્પા સાથે પ્રદર્શન જોવા ગયો. એક ચિત્ર પાસે તે ઊભો રહી ગયો.
ચંગુઃ પપ્પા, આ મીઠાઈ જોઈને તો મારા મોઢામાં પાણી આવી ગયું. વાહ, શું ચિત્ર છે?
પપ્પાઃ મોઢામાં પાણી? અરે મૂરખ, આ તો મોર્ડન આર્ટ છે.
ચંગુઃ (માથું ખંજવાળતાં)ઃ એમ? હું તો એમ સમજ્યો હતો એ જલેબીનું ચિત્ર છે.

ભિખારીઃ મને કંઈ ખાવાનું હોય તો આપોને.
ચંગુઃ પત્ની ઘેર નથી.
ભિખારીઃ હું તમારી પત્ની નહીં, પણ ખાવાનું માંગું છું!

એક પત્ની પોતાના પતિના ખોવાયાની ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશને ગઈ.
પત્નીઃ સાહેબ, મારા પતિ પાંચ દિવસ પહેલાં બટાકા ખરીદવા ગયા હતા, હજી સુધી પાછા નથી આવ્યા.
પોલીસઃ તો તમે બીજું શાક બનાવી કેમ લેતા નથી?

એક વાર એક પોપટ ફૂલ સ્પીડમાં ઊડતો ઊડતો જતો હતો. એની સામે એક ફૂલ સ્પીડમાં કાર આવી રહી હતી. બંનેનો એક્સિડેન્ટ થયો.
પોપટ બેભાન થઈ ગયો. રસ્તામાંથી એક ભીખારી આવીને પોપટને ઊઠાવીને લઈ ગયો. તેને મલમપટ્ટી કરી પિંજરામાં રાખ્યો.
જ્યારે પોપટ ભાનમાં આવ્યો તો પોતાની જાતને પિંજરામાં જોઈ. અને બોલ્યો ઓ બાપ રે હું જેલમાં આવી ગયો. મને લાગે છે કે પેલો કારનો ડ્રાઈવર મરી ગયો હશે.


comments powered by Disqus