હળવે હૈયે...

જોક્સ

Wednesday 04th July 2018 06:49 EDT
 

એક દિવસ પપ્પુ તેની પરીક્ષાનું રિઝલ્ટ લઈ તેના ઘરે પહોંચ્યો.
પપ્પાઃ પપ્પુ તારું રિઝલ્ટ આવી ગયું.?
પપ્પુઃ હા પપ્પા.
પપ્પાઃ શું આવ્યું એ તો કહે?
પપ્પુઃ પપ્પા એક સારી વાત છે અને બીજી ખરાબ વાત છે. તમે કહો પહેલી કઈ કહું?
પપ્પાઃ પહેલી સારી વાત કહે.
પપ્પુઃ હું પાસ થઈ ગયો.
પપ્પાઃ અરે વાહ! અને ખરાબ વાત કઈ છે?
પપ્પુઃ એ વાત એ છે કે મેં જે સારી વાત કરી તે ખોટી છે!

લગ્નને વર્ષો વીતવા સાથે પત્નીનું વર્તન કેવી રીતે બદલાઈ જાય છે?
પહેલું વર્ષઃ કહું છું જમી લો. તમે ક્યારનાય ભૂખ્યાં છો...
બીજું વર્ષઃ જમવાનું તૈયાર છે. આપી દઉં તમને?
ત્રીજું વર્ષઃ જમવાનું તૈયાર છે. જ્યારે જમવું હોય ત્યારે કહી દેજો.
ચોથું વર્ષઃ જમવાનું બનાવીને મૂકી દીધું છે. હું શોપિંગ કરવા જઉં છું. જાતે જ લઈ લેજો.
પાંચમું વર્ષઃ કહું છું, આજે મારાથી જમવાનું બનાવી નહીં શકાય. હોટેલમાંથી મંગાવી લોને...
છઠ્ઠું વર્ષઃ જ્યારે જુઓ ત્યારે ખા-ખા કરો છો. હમણાં સવારે તો ખાધું તું.

એક છોકરી પરફ્યુમ લગાવીને બસમાં ચડી. તો એક છોકરાએ કોમેન્ટ પાસ કરી કે, ‘આજકાલ ફિનાઈલનો ઉપયોગ લોકો બહુ ઉપયોગ કરવા માંડ્યા છે.’
છોકરી બોલી, ‘આમ છતાં વંદાનો ત્રાસ ઓછો થતો નથી.’

રમેશઃ મેં એક એવી ચીજ શોધી કાઢી છે કે જેનાથી દિવાલની આર-પાર જોઈ શકાય છે.
સુરેશઃ શું?
રમેશઃ બાકોરું!

દસમા બારમાનાં પરિણામો પછી આ કઠોર સત્ય સમજી લેવાની ખાસ જરૂર છે.
૯૦ ટકાથી ઉપર માર્ક લાવનારા ટેક્નિકલમાં એડમિશન લઈને ડોક્ટરો કે એન્જિનીયરો
બને છે.
૭૦ ટકાથી ઉપર માર્ક લાવનારા એમબીએમાં એડમિશન લઈને એડમિનિસ્ટ્રેટરો બને છે અને ૯૦ ટકાવાળાઓના બોસ બને છે.
૫૦ ટકાથી ઉપર માર્ક લાવનારા ગમે ત્યાં એડમિશન લે છે, ભણવાનું પુરું કરે ના કરે, ત્યાં તો રાજકારણમાં ઘૂસી જાય છે અને ૭૦ ટકાવાળા તથા ૯૦ ટકાવાળાઓના બોસ બની જાય છે.
નાપાસ થનારાઓ ક્યાંય એડમિશન લેતા નથી. એ અંડરવર્લ્ડમાં જાય છે અને ઉપરના ત્રણેય ટાઈપના લોકો ઉપર દાદાગીરી કરીને ઘોંસ જમાવે છે.
અને જે લોકો કદી સ્કુલમાં જ નથી ગયા એ બધા સાધુ-બાવાઓ બની જાય છે અને ઉપરના ચારેય ટાઈપના લોકો એમના પગમાં પડતા
આવે છે!

ટીચરઃ રાજુ તારી પાસે ૧૫ કેડબરી છે એમાંથી તું રિયાને છ, ટીનાને ચાર અને પ્રિયાને ચાર કેડબરી આપે તો તને શું મળે?
રાજુઃ ત્રણ નવી ગર્લફ્રેન્ડ

કડકસિંહ એક જાહેર શૌચાલયમાં ગયા. કલાક બેસીને બહાર નીકળ્યા. જમાદારે ૨૦ રૂપિયા માગ્યા. કડકસિંહ કહેઃ ‘ગાંડા શૌચાલયમાં બેઠો હતો, સાયબર કાફેમાં નંઈ.’

પત્ની: ‘મારી નવી સાડી તમને કેવી
લાગે છે?’
પતિ: ‘મારા આખા મહિનાના પગાર જેવી.’


comments powered by Disqus