લંડનઃ છેલ્લાં ૩૦ વર્ષથી વિવિધ કોમ્યુનિટી પ્રોજેક્ટ્સની કામગીરીમાં સમય આપવા બદલ હરકિશન મિસ્ત્રીને કોમ્યુનિટી સ્ટાર એવોર્ડ્સમાં કોમ્યુનિટી ચેમ્પિયન તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે. ટેલિગ્રાફ અને Argus દ્વારા સ્પોન્સર અને લોર્ડ મેયર ઓફ બ્રેડફર્ડ દ્વારા અપાતા કોમ્યુનિટી સ્ટાર એવોર્ડ્સ માટે ઓનલાઈન વોટિંગ માટે બેટર સ્ટાર્ટ બ્રેડફર્ડ અને બ્રેડફર્ડ કાઉન્સિલની લાઈન ખૂલ્લી છે.
પરિવારની ચેરિટી ગોવિંદભાઈ ફાઉન્ડેશનની સ્થાપનામાં મિસ્ત્રીનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે. ચેરિટી દ્વારા ૧૦ વર્ષમાં ઉમદા હેતુઓ માટે ૧૩૯,૦૦૦ પાઉન્ડ એકત્ર કરાયા છે. તેઓ સેવા ડે ચેરિટી સાથે કાર્ય કરે છે. તેઓ કોમ્યુનિટી પ્રોજેક્ટ્સમાં એક દિવસનું યોગદાન આપવા માટે ભારતીય સમાજના સભ્યોને પ્રોત્સાહિત કરે છે. બેર્ડફર્ડમાં એશિયન સમાજમાં બ્લડ ડોનર્સની સંખ્યા વધારવાનું તેમનું અભિયાન સફળ રહ્યું હતું. તેના પરિણામે રજિસ્ટર્ડ ડોનર સેન્ટર્સ, સેશન્સ અને ડોનર્સની સંખ્યામાં વધારો થયો હતો. તેમના ભાઈ સુરેશ મિસ્ત્રીએ તેમને એવોર્ડ માટે નોમિનેટ કર્યા હતા. નોમિનેશનમાં જણાવાયું હતું કે યુકે બ્લડ બેંકમાં એશિયન સમાજના ડોનર્સની અછત છે જેને લીધે સારવાર પર અસર પડે છે. તેમણે સમાજમાં મોટાપાયે વાતચીત અને શૈક્ષણિક અભિયાન દ્વારા બ્લડ ડોનેશનની સંખ્યા વધારવાના અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. તેમણે મંદિરો અને કોમ્યુનિટી સેન્ટરોની મુલાકાત લીધી હતી અને પ્રથમ વખત બ્લડ આપનારા ડોનરોને પ્રોત્સાહિત કર્યા હતા. તેને લીધે વધુ ૪૭ બ્લડ ડોનેશન સેશન્સ યોજાઈ હતી અને એશિયન સમાજમાં ૪૫૦ બ્લડ ડોનરો વધ્યા હતા અને મંદિરો જેવા નવ વધુ સ્થળોનું ડોનેશન સેન્ટર તરીકે રજિસ્ટ્રેશન થયું હતું.
એવોર્ડ માટે નોમિનેટ થતાં હરકિશન મિસ્ત્રીએ ગુજરાત સમાચાર/એશિયન વોઈસને જણાવ્યું હતું, ‘ મને ખૂબ આનંદ થયો છે અને હું ગૌરવની લાગણી અનુભવું છું. કદર થશે તે ખૂબ સારું છે.’ હરકિશન મિસ્ત્રીને
http://peoplecanbradforddistrict.org.uk/community-star-awards-2018/community-champions/#voting%20hashtag%23voluntary વેબસાઈટ પર વોટ આપી શકાશે.

