ભારતના રાજકારણમાં પહેલી વાર અપરીણિતોની બોલબાલા છે. રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી, મમતા બેનરજી, માયાવતી, નિતીશ કુમાર... હા ભાઇ હા, આ લોકો જ દેશ બદલશે ! બાકી પરણેલા તો પત્નીને પૂછ્યા વિના ટીવીની ચેનલ પણ ક્યાં બદલી શકે છે?
•
ચંદુ હોટેલ મેનેજરને ગુસ્સાથીઃ આવડી નાની ઓરડી? એમાં એક નાનકડું ટેબલ, એક પંખો છે ને ભાડું ૧૫૦૦ રૂપિયા? અમને લૂંટવા બેઠા છો?’
હોટેલ મેનેજરઃ સાહેબ, જરા ધીરજ રાખો, રૂમ તો હજુ બાકી છે. આ તો લિફ્ટ છે.
•
એક ફંક્શનમાં ઘણા મફતીયા ઘૂસી
ગયા હતા.
યજમાન સ્ત્રીને ખબર પડી એટલે તેના પતિને કહ્યુંઃ મહેમાન ઘણા વધી ગયા છે. અને જમવાનું ઓછું છે... શું કરું?
પતિ બહાર જઈને બોલ્યોઃ જે લોકો છોકરાવાળા તરફથી આવ્યા છે તે એક સાઈડ જતા રહે.
લગભગ ૫૦ જણ અલગ જતા રહ્યા.
પછી બોલ્યોઃ જે લોકો છોકરીવાળા તરફથી આવ્યા છે તેઓ પણ એક સાઈડ જતા રહે.
આ વખતે ૪૦ જણ અલગ જતા રહ્યા.
પછી એ મોટેથી હસીને બોલ્યોઃ હવે તમે બધા ઘરની બહાર જતા રહો. આ તો મારા છોકરાની બર્થ-ડે પાર્ટી છે.
•
એક વાર સ્કૂલમાં ટીચરે વિદ્યાર્થીઓને સારી આદતો બાબતે સમજાવતાં એક પ્રશ્ન પૂછ્યો.
ટીચરઃ ભૂલથી તમારામાંથી કોઈનો પગ કોઈ વૃદ્ધાના પગ પર પડી જાય તો શું કરશો?
પિંટુઃ મેડમ, હું એમની માફી માંગીશ.
ટીચરઃ બહુ સરસ. અને એ ખુશ થઈને તને એક ચોકલેટ આપે તો પછી તું શું કરીશ?
પિંટુઃ જી હું એમના બીજા પગ પણ ચડી જઈશ જેથી હું ફરી તેમની માફી માંગી શકું અને મને બીજી એક ચોકલેટ મળે એટલે.
•
પત્નીને વશ કરવા એક પતિ બાબા પાસે ગયો. બાબાએ તેને એક તાવીજ બનાવી આપ્યું. એક અઠવાડિયા પછી પાછો તે બાબા પાસે પહોંચ્યો રિઝલ્ટ જણાવવા.
બાબાઃ ક્યા હુઆ બેટે? તાવીજ કી કોઈ અસર હુઈ બીવી પે?
પતિઃ નહીં બાબા, પત્ની તો અભી ભી વૈસી કી વૈસી હી હૈ, પર પડોશન મેરે વશ મેં હો ગઈ હૈ.
બાબાઃ કોઈ બાત નહીં બેટે, તાવીજ કી ઈફેક્ટ નહીં તો સાઈડ-ઈફેક્ટ તો હુઈ.
•
હું જૂનાગઢ ગયો ત્યારે છગન પોતાના મિત્રોને કહી રહ્યો હતો, ‘ગીરના જંગલમાં ફરતા ફરતાં એક વખત હું સિંહની ગુફામાં પણ જઈ ચડેલો...’
‘એમ? તો પછી તું ત્યાંથી જીવતો પાછો કઈ રીતે આવ્યો?’ મગને પૂછ્યું.
‘કેમ કે,’ છગને જવાબ આપ્યો, ‘અંદર સિંહ નહોતો.’
•
પતિઃ ડાર્લિંગ, મને જલ્દી ખાવાનું આપ. બહુ ભૂખ લાગી છે.
પત્નીઃ આટલી વારથી મારું માથું ખાઈ રહ્યા છો અને હજી સુધી તમારું પેટ નથી ભરાયું?
પતિઃ સ્વીટ હાર્ટ, પેટ તારું માથું ખાવાથી નહીં, રોટલી ખાવાથી ભરાય છે.
•
એક દિવસ પાડોશમાં રહેતા ચંગુ અને ચંપા મળ્યાં. ચંપાને થોડીક પોતાની બડાઈ હાંકવાની આદત હતી એટલે તેણે બોલવાનું શરૂ કર્યું.
ચંપાઃ મારા તો એક-એક શ્વાસ પર એક-એક છોકરો મરે છે.
ચંગુઃ અરે, તો પછી તું કોઈ સારી ટૂથપેસ્ટ કેમ નથી વાપરતી?
