પતિઃ તારા પિતાની ઘા ઉપર મીઠું ભભરાવવાની ટેવ હજી ગઈ નથી.
પત્નીઃ કેમ શું થયું ?
પતિઃ કાલે ફોનમાં પૂછતા હતા કે મારી દીકરી સાથે પરણીને ખુશ તો છોને!
•
આમાં કોણ મૂરખનો સરદાર છે તે ઓળખી બતાવો...
ગ્રાહકઃ એક કોલગેટ દેના...
દુકાનદારઃ કૌન સા...?
ગ્રાહકઃ પેપ્સોડેન્ટ.
•
હવાલદાર (ચંગુને)ઃ તારા લગ્ન થઈ ગયા છે?
ચંગુઃ હા, એક સ્ત્રી સાથે લગ્ન કર્યાં છે.
હવાલદાર (ગુસ્સામાં)ઃ ખબર છે મને. તેં ક્યારેય સાંભળ્યું છે કે ક્યારેય કોઈએ પુરુષ સાથે લગ્ન કર્યાં હોય?
ચંગુઃ હા, મારી બહેને એક પુરુષ સાથે લગ્ન કર્યાં છે.
•
ચંગુ અને મંગુ ગાર્ડનમાં વાતોનાં વડાં કરી રહ્યા હતા.
ચંગુઃ એક સવાલ પૂછું. એનો જવાબ આપ.
પોતાને ઈન્ટેલિજન્ટ ગણવા બદલ મંગુ ખુશ થઈ ગયો.
ચંગુઃ લોફર અને ઓફર વચ્ચે શું ફરક છે?
મંગુઃ (થોડો વિચાર કર્યા પછી) છોકરો આઈ લવ યુ બોલે તો લોફર અને છોકરી આઈ લવ યુ બોલે તો ઓફર.
•
ગંભીર રીતે બીમાર પડેલા પતિને લઈને પત્ની ડોક્ટર પાસે પહોંચી.
ડોક્ટરઃ તમારા પતિને રોજ સ્વાસ્થ્યવર્ધક નાસ્તો આપવાનું રાખો. તેને ખુશ અને સારા મૂડમાં રાખો. ટેસ્ટી ડીનર બનાવો અને તમારા પ્રોબ્લેમની તેમની સાથે ચર્ચા ન કરો. તેમની સામે ટીવી સીરીયલો ન જુઓ, નવા કપડાંની ડિમાન્ડ ન કરો. જો આટલું એક વર્ષ સુધી કરશો તો તમારા પતિ સારા થઈ જશે.
પતિ-પત્ની દવાખાનેથી ઘરે આવી રહ્યાં હતા ત્યારે પતિએ પત્નીને પૂછયુંઃ ‘ડોક્ટરે શું કહ્યું?’
પત્નીઃ તમારું બચવું મુશ્કેલ છે.
•
બીવીઃ વો સામને શરાબી દેખ રહે હો? દસ સાલ પહેલે મૈંને ઉસે શાદી કરને સે ઈનકાર કર દીયા થા. ઔર વો આજ તક પી રહા હૈ.
પતિઃ બાપ રે!! કોઈ આદમી ઈતને લમ્બે સમય તક સેલિબ્રેશન કર રહા હૈ!
•
ગંગા રોજેરોજ કોઈકને કોઈક પ્રકારે કચકચ કરીને, તેના પતિ સાથે ઝઘડતી, પણ પતિ નરેશનો સ્વભાવ નમ્ર હતો, તે બધું સહન કરી લેતો હતો. તેણે બચાવેલા પૈસા તે બેંકમાં મૂકી દેતો. નરેશને લાગ્યું કે તેનો અંત હવે નજીક છે. આથી તેણે વસિયતનામું તૈયાર કર્યું અને નીચે મુજબનું લખાણ લખ્યુંઃ
મારી પત્ની ગંગા દર વરસે મારી મરણતિથિએ નીચેનું વાક્ય દસ વાર બોલે તો જ તેને મેં બેંકમાં મૂકેલી રકમ અને તેનું વ્યાજ આપવુંઃ
‘જો મારી જીભ ટૂંકી હોત તો મારા પતિની જિંદગી લાંબી હોત!’
•
એક શેઠ કંજુસ... અને શેઠાણી તો વળી મહાકંજુસ. એક વખતે શેઠ બહાર જવા નીકળ્યા અને યાદ આવ્યું કે ઓરડામાં તેલનો દીવો ઓલવવાનો રહી ગયો છે, એટલે ઘેર પાછા આવી શેઠાણીને બારણું ઉઘાડવા કહ્યું.
શેઠાણીએ કહ્યુંઃ ‘નકામું બારણું ઉઘાડવાથી મજાગરા ઘસાઈ જશે, મેં તો તેલનો દીવો ક્યારનોય બુઝાવી દીધો છે. તમે નાહકના તમારા બૂટના તળિયા ઘસી, બૂટનું આવરદા ઓછું કર્યું તેનું શું?’
શેઠ બોલ્યાઃ ‘અરે શેઠાણી તમે લોહી ના બાળો, હું બૂટને બગલમાં લઈને આવ્યો છું!’
