ચંગુએ રાત્રે બે વાગ્યે પોતાના ફેમિલી ડોક્ટરને ફોન કર્યો.
ચંગુઃ ડોક્ટરસાહેબ, મારી પત્નીને એપેન્ડિક્સનો દુખાવો ઉપડ્યો છે.
ડોક્ટરઃ અરે પણ તમારી પત્નીનું એપેન્ડિક્સનું ઓપરેશન ગયા વર્ષે જ આપણે કરી લીધું છે. વારંવાર એપેન્ડિક્સ ન થાય.
ચંગુઃ અરે પણ મને પાકી ખબર છે કે આ એપેન્ડિક્સનો જ દુખાવો છે.
ડોક્ટરઃ અરે ભાઈ એવું ન હોય. તેનું એપેન્ડિક્સ આપણે કાઢી ચૂક્યા છીએ અને બે એપેન્ડિક્સ હોય એવું મેં ક્યારેય સાંભળ્યું નથી.
ચંગુઃ હા, પણ પત્ની બીજી હોય શકે એ તો સાંભળ્યું હશેને.
•
રિક્ષાવાળોઃ સાહેબ, બ્રેક ફેઇલ થઈ ગઈ છે, અટકે એમ નથી, શું કરું?
ગુજરાતી પ્રવાસીઃ કાંઈ નહીં, પહેલાં તું મીટર બંધ કર.
•
બન્તાઃ દો વજહ સે મૈં અપની ગર્લ-ફ્રેન્ડ કો કાર મેં ઘૂમાને નહી લે જાતા.
સન્તાઃ કૌન સી?
બન્તાઃ એક, મેરે પાસ કાર નહી હૈ, દૂસરી, મેરે પાસ ગર્લ-ફ્રેન્ડ નહીં હૈ.
•
પત્નીએ પતિને ફોન કર્યોઃ તમે શું કરો છો અત્યારે?
પતિઃ અરે યાર, ઓફિસમાં બહુ જ કામ છે. પણ તું શું કરે છે?
પત્નીઃ મેક્ડોનાલ્ડ્સમાં બાળકો સાથે તમારી પાછળ બેઠી છું અને છોકરાં પૂછે છે કે પપ્પા સાથે આ ફોઈ કોણ છે?
•
ચંગુ મરપથારીએ હતો.
ચંગુ (તેની પત્ની ચંપાને)ઃ તું મારી એક છેલ્લી ઇચ્છા પૂરી કરીશ?
ચંપાઃ જરૂર કરીશ.
ચંગુઃ મારા મર્યા પછી તું મંગુ સાથે લગ્ન કરી લેજે.
ચંપાઃ હું તમે ન હો એવી કલ્પના પણ નથી કરી શકતી. પ્લીઝ, મને ફરી લગ્ન કરવા માટે દબાણ ન કરો. હું એકલી પડી જઈશ એની ચિંતા તમે ન કરો. હું તમારી યાદ મનમાં રાખીને જીવી લઈશ.
ચંગુઃ મને તારી હિંમત માટે કોઈ શંકા નથી. આ તો હું કોલેજમાં હતો ત્યારે મંગુએ મારી સાથે ટેનિસ-મેચમાં ચીટિંગ કરેલી એ વાતનો મારે બદલો લેવો છે.
•
મમ્મીના હાથે માર ખાઈને ચિન્ટુ તેના પિતા સાથે વાત કરવા લાગ્યો.
ચિન્ટુઃ પપ્પા, તમે ક્યારેય પાકિસ્તાન ગયા છો?
પપ્પાઃ ના.
ચિન્ટુઃ તો પછી ક્યારેય અફઘાનિસ્તાન ગયા છો?
પપ્પાઃ ના બેટા, પણ કેમ આવું પૂછે છે?
ચિન્ટુઃ તો પછી આટલી ખતરનાક આતંકવાદી આઇટમ ક્યાંથી ઉપાડી લાવ્યા છો?
•
જૂના જમાનામાં કોઈ એકલું એકલું હસે તો લોકો કહેતા, આને ભૂત-પ્રેત વળગ્યું લાગે છે.
અને આજે...?
આજે કોઈ એકલું એકલું હસે તો બીજા કહે...
ભાઈ, એ મને પણ ફોરવર્ડ કરી દે ને...
•
ડોક્ટરે બન્તાને કહ્યું, 'સીટી સ્કેન કરવું પડશે.'
બસ, એ દિવસથી બન્તા હાથમાં સ્કેનર લઈને આખા શહેરમાં સ્કેનિંગ કરતો ફરી રહ્યો છે!
•
શું તમે તમારા સંતાનોને ટેક્સ વિશેની સમજણ આપવા માગો છો?
ગુડ. એમના આઈસક્રીમમાંથી ૩૦ ટકા આઈસક્રીમ તમે ખાઈ જાવ!
