ભૂરોઃ વોટ્સએપ નાના છોકરાનું ડાયપર જેવું હોય છે.
જિગોઃ એટલે?
ભૂરોઃ એટલે એમ કે હોય કંઈ નહીં, પણ દર પાંચ મિનિટે ચેક કરવું પડે છે.
•
ભૂરોઃ શું થયું જિગા ગાલ કેમ લાલ છે?
જિગોઃ યાર સાંજે લિફ્ટમાં ઉપર જતો હતો ત્યારે એક બહેન નાના છોકરાને તેડીને મારી પાછળ જ લિફ્ટમાં આવ્યા.
ભૂરોઃ પછી?
જિગોઃ મેં પૂછ્યું બીજો, ત્રીજો કે ચોથો? તો ગુસ્સામાં લાફો મારીને બહાર નીકળી ગયા અને બોલ્યા મારો નથી, સામેવાળાનો છે.
•
ચંદુઃ કેવું જાય છે તારું દાંપત્યજીવન?
લલ્લુઃ કાશ્મીર જેવું.
ચંદુઃ એ કઈ રીતે?
છગનઃ સુંદર છે, પણ રોજ અણધાર્યા હુમલા થાય છે.
•
ડોક્ટરઃ ભૂરાલાલ તમે ચિંતા કરવાનું છોડી દો. બસ, આંખો મીંચીને તમારા કામમાં ઝંપલાવી દો.
ભૂરાલાલઃ અરે પણ સાહેબ હું તો કૂવો ગાળવાનું કામ કરું છું, મારા તો હાડકા ખોખરા થઇ જશે.
•
પતિ-પત્ની મ્યુઝિયમ જોવા ગયા. ત્યાં પત્નીએ કહ્યું, ‘અહીંયા દુનિયાભરના બધાં જ જૂના હથિયારો છે...’
પતિ બોલ્યોઃ આ મ્યુઝિયમ બનાવનાર જરૂર કુંવારો હશે...
પત્નીઃ એવું તમે શાના આધારે કહો છો?
પતિઃ આમાં સ્ત્રીનું હથિયાર વેલણ તો છે જ નહીં.
•
ન્યાયાધીશઃ તું આ ચોથી વખત ગુનો કરીને આવ્યો છે... આ વખતે તો તને આકરી સજા થશે.
ચોરઃ અરે સાહેબ, હું તો તમારો નિયમિત ગ્રાહક છું. તમારે તો મને સજામાં ડિસ્કાઉન્ટ આપવું જોઈએ.
•
ભૂરોઃ જિગા અત્યારે સવાર સવારમાં તું અને ભાભી ક્યાં જાવ છો?
જિગોઃ દવાખાને.
ભૂરોઃ કેમ શું થયું?
જિગોઃ છોકરાઓને રોજ ભણાવી ભણાવીને આનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. કાલે રાત્રે હોટેલમાં લઈ ગયો તો વેઇટરને કહે છે કે, તમારો સિલેબસ લાવો.
•
ચંદુઃ રાત્રે મચ્છર કરડે તો શું કરવું જોઈએ?
ચમનઃ કંઈ નહીં, કરડ્યું હોય ત્યાં ખંજવાળીને સૂઈ જવું. આપણે કાંઈ રજનીકાંત તો નથી કે મચ્છર પાસે સોરી બોલાવી શકીએ.
•
૯૦ વર્ષના છગનદાદા એક દિવસે ભત્રીજા મગન પાસે જઇને કહ્યું, ‘મારે હવે સંસ્કૃત ભાષા બોલતા શીખી જવું છે... કોઇ સારા શિક્ષક એના હોય તો જણાવજે...’
‘કેમ કાકા... હવે આ ઉંમરે સંસ્કૃત ભાષા શું કામ શીખવી છે?’ મગનને નવાઇ લાગી.
‘હવે આપણે કેટલા કાઢવાના?’ છગન બોલ્યો, ‘સંસ્કૃત શીખ્યા હોઇએ તો સ્વર્ગમાં દેવીદેવતાઓ સાથે વાતચીત કરવામાં કામ લાગે ને...’
મગને જવાબમાં કહ્યું, ‘એ તો બરાબર, તમારી વાત સાચી પણ ધારો કે તમને સ્વર્ગના બદલે નરકમાં ગયા તો?’
‘તો આપણને,’ મગને કહ્યું, ‘અંગ્રેજી તો આવડે જ છે ને?’
