વીતેલું વર્ષ ૨૦૧૮ઃ બ્રિટન (ભાગ-૨)

Thursday 10th January 2019 06:18 EST
 
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો થેરેસા મેને સધિયારો - હમ સબ સાથ સાથ હૈ
 

જુલાઈ
• જુલાઈ ૨૦૨૦ સુધી સ્વામીનારાયણ સ્કૂલ ચાલુ રાખવા નિર્ણય
• બ્રેક્ઝિટ મુદ્દે બોરિસ - ડેવિસના રાજીનામાઃ થેરેસા સામે પડકાર
• ભારતીયો સહિત વિદેશી સંશોધકો માટે વિઝાની નવી કેટેગરી
• પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો થેરેસા મેને સધિયારોઃ સબ સાથ સાથ હૈ
• બ્રેક્ઝિટ મુદ્દે બીજા રેફરન્ડમની હિમાયતઃ થેરેસા મે સામે બળવાની તૈયારી
• જ્ઞાતિ ભેદભાવ મુદ્દે અલગ કાયદાનો યુકેનો ઈન્કાર
• શૈલેશ વારા મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર નોર્ધર્ન આયર્લેન્ડ બન્યા
• ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝની ૨૦મી વર્ષગાંઠની ઉજવણી
• બળદીયા લેવા પટેલ સર્વોદળ (યુકે)ના ફન ડેનું ભવ્ય આયોજન
• બુલોપાવાસીઓનું ભવ્ય સ્નેહ સંમેલન યોજાયું
• ઈંગ્લિશ ચેનલ તરનારી પ્રથમ બ્રિટિશ એશિયન યુવતી લીહ ચૌધરી
• પીઢ NRI બ્રોડકાસ્ટર મહેન્દ્ર કૌલનું નિધન
• BAPS નીસડન મંદિરમાં નેશનલ ગુજરાતી ટીચર્સ કોન્ફરન્સ સંપન્ન
ઓગસ્ટ
• ૭૬ વર્ષના છગનદાદાની બહાદુરીને સલામ
• બ્રિટનમાં ગરમીએ ૪૨ વર્ષનો રેકોર્ડ તોડ્યો
• યુકેના હીટવેવમાં ૬૫૦થી વધુના મોત
• બ્રિટિશ ગેસના ગ્રાહકો પર બીજો ભાવવધારો
• જ્વેલર રમણિકલાલ જોગિયાની હત્યાના કેસમાં ત્રણ આોરોપી દોષિત
• કૌભાંડી નીરવ મોદીનું પગેરું બ્રિટનમાંઃ પ્રત્યાર્પણ માટે ભારતની માગ
• ‘અનમોલ બુદ્ધ’ની ૧૨મી સદીની ચોરાયેલી મૂર્તિ ભારતને પરત
• યુકેમાં પ્રથમ હિન્દુ યુથ પાર્લામેન્ટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો
• નવજીવન વડીલ કેન્દ્ર (NVK) દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો
• લેસ્ટરના કલાસાધાક ચંદુભાઈ મટ્ટાણીનું નિધન
• BAPS નીસડન મંદિરે ‘જીવન જીવવાની કળા’ વિશે પારાયણ
• કમલા ફાઉન્ડેશનના ભૂપેન્દ્ર મિસ્ત્રીને સમાજસેવા ક્ષેત્રે પ્રદાન બદલ એનઆરઆઈ એવોર્ડ
• તારાપુર યુકે દ્વારા ચેરિટી વોક યોજાઈ
• કાર્ડિફમાં ભારતના સ્વાત્રંત્ર્ય દિન નિમિત્તે રેલી
• વૈષ્ણવ સંઘ ઓફ યુકેએ લંડનને બનાવ્યું વ્રજધામ
સપ્ટેમ્બર
• ‘નો ડીલ’ બ્રેક્ઝિટ મુદ્દે કેબિનેટમાં મતભેદ
• ભારતીય નાગરિકોને અપાતા યુકે વિઝામાં વધારો
• રુચિ ઘનશ્યામ યુકેમાં ભારતીય હાઈ કમિશનર
• થેરેસા મેના બ્રેક્ઝિટ પ્લાનને તોડી પાડવા ટોરી બળવાખોરો મક્કમ
• બાલીમાં રૂપારેલિયા પર હુમલોઃ બ્રિટિશ કોન્સ્યુલેટ મદદમાં નિષ્ફળ
• પબ્લિક ટોયલેટ પર મંદિરની જાહેરખબરથી હિંદુ સમુદાયમાં રોષ
• BAની વેબસાઈટ હેક થતાં ૩.૮૦ લાખ પ્રવાસીનો ડેટા ચોરાયો
• માલ્યાએ લંડન બેઠાં ભારતમાં પલિતો ચાંપ્યોઃ કોંગ્રેસ ભાજપ વચ્ચે જુબાની જંગ
• વિઝા અપીલ ફગાવવાનો હોમ ઓફિસનો નિર્ણય અમાનવીય
• સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી ખાતે રક્ષાબંધન પર્વ ઉજવાયું
• GHS દ્વારા આર્મ્ડ ફોર્સીસ હિંદુ નેટવર્ક સાથે રક્ષાબંધનની ઉજવણી
• VYOના સંયુક્ત ઉપક્રમે સનાતન મંદિરમાં શ્રી વ્રજરાજકુમારજી મહોદયનું ભવ્ય અભિવાદન
• લોયાધામ પરિવાર - યુકે દ્વારા ‘પિતૃવંદના મહોત્સવ’ યોજાયો
• ચિન્મય મિશનના સ્વામી સ્વરૂપાનંદ યુકેની મુલાકાતે
• ગીતા વોકઃ ભક્તિવેદાંત મેનોર દ્વારા ભાવિ પેઢીને સ્પર્શતું અભિયાન
• સ્વામીનારાયણ મંદિર વિલ્સડન દ્વારા યોજાયો સંત સ્મૃતિ મહોત્સવ
ઓક્ટોબર
• થેરેસા મેએ કડક ઈમિગ્રેશન પ્લાન જાહેર કર્યો
• નીરવ મોદીની પાંચ દેશોમાં આવેલી રૂ. ૬૩૭ કરોડની સંપત્તિ જપ્ત
• NHS હોસ્પિટલોના મેડિકલ વેસ્ટમાં માનવ અંગો મળતાં તપાસ
• મહાત્મા ગાંધી ફાઉન્ડેશન યુકે આયોજીત બાપૂની જન્મ જયંતીમાં સેંકડો ગાંધી પ્રેમીઓની હાજરી
• મેગન મર્કેલ સગર્ભા હોવાની વધામણી - બ્રિટિશ શાહી પરિવારમાં આનંદની હેલી
• મહાત્મા ગાંધી મેમોરિયલ કમિટી-હલ દ્વારા ગાંધીજી વિશે પેનલ ચર્ચા
• વાઈબ્રન્ટ ગુજરાતમાં મૂડીરોકાણ માટે IPFદ્વારા કાર્યક્રમ યોજાયો
• બ્રેક્ઝિટ રેફરન્ડમની માગઃ ૭૦૦,૦૦૦થી વધુ લોકો ઉમટ્યા
• રોબોટ ‘પેપર’ની જુબાની સાથે પાર્લામેન્ટમાં ઈતિહાસ સર્જાયો
• હડર્સફિલ્ડ ગ્રૂમીંગ ગેંગના ૧૬ સભ્યને ૨૨૧ વર્ષની સજા
• શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા ભવ્ય સ્નેહ સંમેલન યોજાયું
• મધ્યમ વર્ગના ૧૦૦,૦૦૦ પરિવારોને ચાઈલ્ડ બેનિફિટ્સ મુદ્દે ટેક્સની નોટિસ
• BAPS મંદિર-ની­સડન ખાતે દિવાલી ઈન લંડન - ૨૦૧૮નો પ્રારંભ
• નવનાત વડીલ મંડળ આયોજીત મગા અંતાક્ષરી સ્પર્ધાને મળેલ અદભૂત સફળતા
• મહાવીર ફાઉન્ડેશનની મહિલાઓનો ગરબા-રાસોત્સવ
• કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી લંડનમાં સાકાર કરશે ઈન્ડિયા ગાર્ડન
• સ્વામીનારાયણ મંદિર-સ્ટેનમોર ખાતે દશેરાએ દિવાળી જેવો માહોલ
નવેમ્બર
• કરકસરનો યુગ સમાપ્તઃ બજેટમાં કામદારોને કરરાહતોની લહાણી
• હેલિકોપ્ટર ક્રેશ થતાં લેસ્ટર ફૂટબોલ ક્લબના થાઈ માલિક સહિત પાંચના મોત
• સર ફિલિપ ગ્રીન વિવાદમાંઃ સેક્સ્યુઅલ અને વર્ણભેદી વ્યવહારના આક્ષેપો
• વિલ્સડન સ્વામીનારાયણ મંદિરમાં નવા વર્ષની રાત્રે ત્રણ મૂર્તિની ચોરી
• લોર્ડ લેસ્ટરે કેમ્પેઈનર મિસ સંઘેરને સેક્સના બદલામાં બેરોનેસ બનાવવા લાલચ આપી
• થેરેસાના બ્રેક્ઝિટ ડ્રાફ્ટને બહાલીઃ ચાર મિનિસ્ટરના રાજીનામાં
• પ્રિન્સ ચાર્લ્સની ૭૦મી વર્ષગાંઠઃ ક્વીને સમર્પિત વારસદાર ગણાવ્યા
• ફાર્માસિસ્ટ મિતેશ પટેલ પર પત્ની જેસિકાનું ગળું દબાવી હત્યાનો આરોપ
• શ્રી વેંકટેશ્વરા બાલાજી ટેમ્પલમાં ગાંધી પીસ સેન્ટરનો પ્રારંભ
• કેન્ટન સ્વામીનારાયણ મંદિરમાં પણ તાળાં તૂટ્યાંઃ મામલો પાર્લામેન્ટ સુધી પહોંચ્યો
• BAPS દ્વારા ચેરિટી કેરર્સ-યુકેને ૨૦,૦૦૦નો ચેક અર્પણ કરાયો
• મેયર સાદિક ખાને ત્રણ મંદિરમાં હિંદુ સમુદાય સાથે દિવાળી પર્વની ઉજવણી કરી
• સ્વામીનારાયણ મંદિર-વિલ્સડનમાં દિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી
• BAPS નીસડન મંદિરમાં દિવાળી અને નૂતન વર્ષની ઉત્સાહપૂર્વક ઉજવણી
• હાઉસ ઓફ કોમન્સમાં દિવાળીની ઉજવણીમાં સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી કેન્દ્રસ્થાને
ડિસેમ્બર
• ‘એશિયન ગોલ્ડ’ને લક્ષ્ય બનાવી ચોરોએ ૧૦૦,૦૦૦ પાઉન્ડની માલમતા લૂંટી
• બ્રેક્ઝિટ ડ્રાફ્ટને યુરોપિયન યુનિયનની બહાલી
• ટ્યૂબ સ્ટેશનો - બસ સ્ટોપ્સ પર જન્ક ફૂડ્સની જાહેરાતો પર પ્રતિબંધ
• રુચિ ઘનશ્યામ યુકેમાં ભારતીય હાઈ કમિશનરપદે નિયુક્ત
• લેસ્ટરના પરેશ પટેલ ફરવા ગયા પછી જીવતા પાછા જ ન આવ્યાઃ મૃતદેહ મળતાં ચકચાર
• થેરેસા મેએ કટોકટી ટાળીઃ બ્રેક્ઝિટ મતદાન મુલતવી
• બ્રિટન બ્રેક્ઝિટ પ્રોસેસ અટકાવી શકેઃ યુરોપીય કોર્ટનો ચુકાદો
• ગોલ્ડન વિઝા સ્કીમ રદઃ રોકાણ-વસવાટના નવા નિયંત્રણો આવશે
• ભાગેડુ વિજય માલ્યાને ભારત ભેગો કરોઃ બ્રિટિશ કોર્ટનો ચુકાદો
• બ્રેક્ઝિટ મુદ્દે સેકન્ડ રેફરન્ડમ કે નો ડીલઃ થેરેસા કેબિનેટમાં યાદવાસ્થળી
• ભારતની એકતાના શિલ્પી સરદાર પટેલને ૬૮મા નિર્વાણદિને આદરાંજલિ
• આર્મીસ્ટીસ સેન્ટનરી નિમિત્તે નીસડન મંદિરમાં ઈન્ટરફેઈથ રિમેમ્બ્રન્સ એસેમ્બલી
• હિંદુ સ્વયંસેવક સંઘ-યુકે દ્વારા ‘પાર્લામેન્ટ વીક ૨૦૧૮’ની ઉજવણી
• ભવન દ્વારા વાર્ષિક દિવાળી ફંડરેઈઝર ડિનર
• ગુજરાત હિંદુ સોસાયટી-પ્રેસ્ટનમાં દીપોત્સવ અને તુલસી વિવાહ
• BAPS નીસડન ટેમ્પલને લંડન ફેઈથ એન્ડ કોમ્યુનિટી એવોર્ડ
• FPAના સિનિયર સિટીઝન ગ્રૂપ દ્વારા દિવાળી-ક્રિસમસ પાર્ટી યોજાઈ
• વડીલો માટે EAWA દ્વારા સોશિયલ હબ પ્રોજેક્ટ
• કેરર્સ-યુકે દ્વારા સારસંભાળ માટે ‘કોઈની સંભાળ લેવી’ ગુજરાતી ગાઈડબૂક તૈયાર (સમાપ્ત)

(સંકલનઃ જીતેન્દ્ર ઉમતિયા)


comments powered by Disqus