એક પ્રશ્નઃ પત્ની શું છે?
જવાબઃ જેના ડોળા કાઢવા માત્રથી ટિંડોળાના શાકમાં પનીરનો સ્વાદ આવવા માંડે છે.
•
શિક્ષકઃ ન્યૂટનનો નિયમ કહો
છોકરોઃ સર, આખો તો યાદ નથી પણ લાસ્ટમાં શું આવે તે યાદ છે.
શિક્ષકઃ ઠીક છે ભલે, તે કહે...
છોકરોઃ અને તેને જ ન્યૂટનનો નિયમ
કહેવાય છે.
•
છોકરીવાળાઃ અમને છોકરો પસંદ નથી
છોકરાવાળાઃ અરે ભાઈ, પસંદ તો અમને ય નથી, પણ કરવું શું? ઘરથી બહાર કાઢી મૂકીએ?
•
શિક્ષકે કલાસમાં સવાલ પૂછ્યોઃ એક મહાન વૈજ્ઞાનિકનું નામ કહો?
ભૂરોઃ આલિયા ભટ્ટ.
શિક્ષકે ગુસ્સામાં ભૂરા તરફ જોતાં કહ્યું ‘આજ આવડે છે?’
જગોઃ સાહેબ આ તોતડો છે... આર્યભટ્ટ કહી રહ્યો છે.
•
બે બાળકની માતા ત્રીજી વાર પરણી રહી હતી. ફેરા વખતે બાળક રડવા લાગ્યો એટલે માં ખિજાઇ જતાં બોલી, ‘ચૂપ થઈ જા નહિંતર હવે ક્યારેય તને સાથે લાવીશ નહીં.’
પતિને આ સાંભળીને પરસેવો છૂટી ગયો.
•
જો તમારો દોસ્ત તમારું દુઃખ સાંભળી ઊભો થઈ ચાલી જાય તો તેને ગદ્દાર સમજવાની ઉતાવળ ન કરશો.
શક્ય છે તે ડિસ્પોઝલ ગ્લાસ અને બોટલ લેવા પણ ગયો હોય.
•
હું હોટલમાં નાસ્તો કરવા ગયો, પણ જોયું તો દરેક ટેબલ પર કપલ બેઠા હતા. ક્યાંય બેસવાની જગ્યા જ નહીં.
મેં ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને કાને લગાડી જોરથી બોલ્યો, ‘તારી ગર્લફ્રેન્ડ અહીં કોઈ બીજા સાથે બેઠી છે, જલ્દી આવ.’
આટલું કહ્યું ત્યાં તો અડધી છોકરીઓ
નીકળી ગઈ.
•
છોકરોઃ હેલ્લો અંકલ સિમરન ઘરે છે?
અંકલઃ હા છે ને, બોલો શું કામ છે?
છોકરોઃ તેને કહેજો, ‘જા સિમરન જા જીલે અપની જિંદગી.’
•
પત્નીઃ મેં મારી મમ્મીની વાત માની લીધી હોત તો તારી સથે લગ્ન ન કર્યા હોત.
પતિઃ એટલે?! શું તારી મમ્મી મારી સાથે લગ્ન કરવાની ના પાડતી હતી?
પત્નીઃ હા, એની તો પહેલેથી જ ના હતી.
પતિઃ હે ભગવાન... આટલી ભલી સ્ત્રીને અત્યાર સુધી હું અમસ્તી જ મનોમન ભાંડતો હતો
•
જિગોઃ ધર્મસંકટ કોને કહેવાય?
ભૂરોઃ આપણે જમવા બેઠા હોઈએ અને પત્ની પૂછે કે, શાક ભાવ્યું? ના પડાય નહીં અને હા પાડો તો બીજું આપે.
•
પિન્ટુ બાઈક પર જઈ રહ્યો હતો. પોલીસે તેને અટકાવ્યો અને કહ્યું કે અત્યારે સલામતી સપ્તાહ ચાલી રહ્યું છે. તને વ્યવસ્થિત રીતે વાહન ચલાવવા બદલ ૨૦૦૦ રૂપિયા ઈનામરૂપે મળે છે, કહે આ રકમનું તું શું કરીશ?
પિન્ટુઃ હું આ ઈનામની રકમમાંથી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવડાવીશ.
•
પત્નીઃ સાંભળો છો, અમારા ગામમાં પહેલો બોલતો રેડિયો મારા પપ્પા લાવ્યા હતા.
પતિઃ અરે ગાંડી, તારી મમ્મી માટે આમ ન બોલાય.
