કભી કભી મેરે દિલમેં
ખયાલ આતા હૈ...
કે જિંદગી યું હી
તેરી જુલ્ફો કી છાંવ મેં
ગુજર જાતી તો...
...
...
... તો ‘લોન’ નહીં લેના પડતા !
•
તમારા લગ્નને સદાબહાર તંદુરસ્ત રાખવા માટે બે સોનેરી સૂત્રો યાદ રાખોઃ ૧) તમારી ભૂલ હોય તો તેનો સ્વીકાર કરી લો. અને ૨) જ્યારે સાચા હો તો ત્યારે ચૂપ રહો.
•
તમારી પત્નીની જન્મતારીખ યાદ રાખવાનો સૌથી અસરકારક રસ્તો એ જ છે કે તમે બસ, એક જ વાર એને ભુલી જાઓ.
•
તમને ખબર છે કે લગ્ન પહેલા હું શું કરતો હતો?
- મારે જે કરવું હોય તે...
•
સારી પત્ની એ હોય છે કે જે પોતાની ભૂલ હોય ત્યારે પતિને માફ કરી દે છે.
•
ઘણા લોકો અમને અમારા સફળ દીર્ઘ લગ્નજીવનનું રહસ્ય પૂછે છે. રહસ્ય એટલું જ છે કે અમે અઠવાડિયામાં બે વાર હોટેલમાં જઈએ છીએ. ઝાંખા પ્રકાશમાં ડિનર, હળવું સંગીત અને થોડી મસ્તી. તે મંગળવારે જાય છે અને હું શુક્રવારે...
•
લગ્ન કરવાનું ચૂકવા જેવું નથી. જો સારી પત્ની મળશે તો સુખી થશો અને જો ખરાબ મળી તો ફિલોસોફર બની જશો.
•
લગ્ન પછી પતિ અને પત્ની એક સિક્કાની બે બાજુ જેવા હોય છે. તેઓ એકબીજાનો
સામનો ક્યારેય કરતા નથી અને છતાં સાથે જ રહે છે.
•
એક સાસુમા તેમના ત્રણ જમાઈનો પ્રેમ જોવા માટે દરિયામાં કૂદી પડ્યા.
પહેલા જમાઈએ તેમને બચાવી લીધા... સાસુમાએ તેને કાર આપી અને બીજા દિવસે ફરી કૂદી પડ્યા.
બીજા જમાઈએ તેમને બચાવ્યા તો મોટરસાઈકલ મળી. ત્રીજા દિવસે સાસુમા ફરી કૂદી પડ્યા.
ત્રીજા જમાઈએ વિચાર્યું કે હવે સાઈકલ જ બચી છે, તો સાસુમાને બચાવીને શું ફાયદો... ને સાસુમા ડૂબી ગયાં.
બીજા દિવસે જમાઈને મર્સીડીઝ બેન્ઝ કાર મળી. કેવી રીતે...?
સસરાએ આપી હતી.
•
કનુ શેઠ વેપારને લગતા કામ માટે મુંબઈ આવ્યા. તેમણે પત્ની શાંતાના ખબર પૂછવા માટે પોતાના અમદાવાદના ઘરે ફોન કર્યો. ફોન નોકરે ઊઠાવ્યો. બંને વચ્ચે આવો સંવાદ થયો.
કનુઃ તારા શેઠાણીને ફોન આપ.
નોકરઃ શેઠાણી તો તેમના પતિ સાથે બેડરૂમમાં છે.
કનુઃ તો હું કોણ છું? એક કામ કર. ત્યાં ડ્રોઈંગ રૂમમાં રિવોલ્વર છે. પહેલાં રિવોલ્વરથી શેઠાણીને ગોળી મારી આવ. પછી હું તને કહીશ કે તારે શું કરવાનું છે.
નોકર (થોડી વાર પછી)ઃ શેઠ, મેં શેઠાણીને મારી નાખ્યાં. હવે શું કરું?
કનુઃ લાશ બાલ્કનીમાંથી નીચે ફેંકી દે.
નોકરઃ પરંતુ આપણું ઘર તો ગ્રાઉન્ડ ફ્લોર પર છે.
કનુઃ સોરી... મારું ઘર તો દસમા માળે છે.
