હળવે હૈયે...

જોક્સ

Wednesday 15th May 2019 06:29 EDT
 

એક વખત સ્કૂટર પર જતી વખતે વચ્ચે કૂતરું આવતા મેં નિયંત્રણ ગુમાવ્યું અને રોડની બાજુના ખાડામાં સ્કૂટર ઉતરી ગયું. જેમતેમ કરી ખાડામાંથી બહાર આવ્યો. તો એક સુંદર સ્ત્રીએ તેની કાર ઊભી રાખી પૂછ્યું, ‘વધારે વાગ્યું તો નથી ને?’ મેં જવાબ આપ્યો, ‘ના...ના... ખાસ નહીં’ પણ તે કહે, ‘મારું ઘર નજીક જ છે. ચાલો કપડાં સાફ કરી લો. થોડોક આરામ કરોને પછી જોઈશું કે વધારે વાગ્યું તો નથી ને?’
મેં કહ્યું, ‘તમારો ઘણો આભાર, પણ મારી વાઈફ નારાજ થશે.’
તે કહે, ‘ટેન્શન ન લો. હું ડોક્ટર જ છું. મારે જોવું છે તમને ફ્રેક્ચર તો નથી થયું ને!’
હું ના ન કહી શક્યો. પણ ફરીથી કહ્યું કે, ‘પત્ની નારાજ થશે...’ પણ તે તો મને લઈ જ ગઈ.
તેના ઘરે જઈ હાથ-પગ સાફ કર્યાં, કપડાં ખંખેર્યાં. ઠંડુ પાણી પીવડાવ્યું. મારી તપાસ કરાઈ.
મેં કહ્યું, ‘તો હવે હું જાઉં! મારી પત્ની ખરેખર નારાજ થશે!
એ સુંદર મહિલા બોલીઃ ‘રોકાઈ જાવ થોડી વાર હવે! તમારી પત્નીને ક્યાં ખબર પડવાની છે કે તમે મારી સાથે બેઠા છો? એ તો ઘરે બેઠી હશે ને!’
મેં કહ્યું, ‘ના, ના. તે કદાચ હજુ પણ ખાડામાં જ પડી હશે!’

જીવશાસ્ત્રના વર્ગમાં શિક્ષકે એક પક્ષીનો પગ બતાવીને સન્તાને પૂછ્યું, ‘આ પગ જોઈને કહો કે તે કયા પક્ષીનો છે?’
સન્તાઃ જી, કંઇ ખબર પડતી નથી.
શિક્ષકઃ તું નાપાસ. તારું નામ બોલ.
સન્તાઃ મારો પગ જોઈને તમે જ કહી દો.

ચંપાઃ છેલ્લાં કેટલાક સમયથી તબિયત અંત્યત નાજુક રહે છે. વારંવાર બીમાર પડી જવાય છે.
ભૂરોઃ ડોક્ટરને બતાવ્યું? શું કહે છે?
ચંપાઃ રિપોર્ટ કરાવવાના કહ્યા હતા.
ભૂરોઃ હા તો કરાવી લાવ રિપોર્ટ.
ચંપાઃ બધા રિપોર્ટ કરાવ્યા, બધા જ રિપોર્ટ નોર્મલ આવે છે. પણ બીમારીનું કારણ પકડાતું નથી.
ભૂરોઃ તો હવે એક જ ઉપાય બાકી છે.
ચંપાઃ કયો?
ભૂરોઃ પોસ્ટમોર્ટમ કરાવવું પડશે.

પોલીસઃ તમે તમારું ક્રેડિટ કાર્ડ ચોરાઈ ગયું તો તરત કેમ ફરિયાદ ન નોંધાવી?
રમેશઃ ચોર મારી પત્ની કરતાં ઓછા પૈસા ખર્ચતો હતો.
પોલીસઃ તો હવે શા માટે ફરિયાદ કરો છો?
રમેશઃ હવે મને લાગે છે કે ચોરની પત્ની કાર્ડ વાપરવા લાગી છે.

સાસુઃ હવે તો ઊઠી જા હીરોઈન, જો સુરજ જ પણ ક્યારનો નીકળી ગયો.
વહુઃ રિલેક્સ મમ્મીજી, સૂરજ મારા કરતાં વહેલો સૂઈ પણ જાય છે ને!

કાકીઃ અલી, તારા લગ્ન થઈ ગયાં?
પિન્કીઃ હા, કાકી...
કાકીઃ છોકરો શું કરે છે?
પિન્કીઃ પસ્તાવો.

પુત્રઃ ડેડી મને થોડાક પ્રશ્નો છે.
ડેડીઃ બોલ બેટા.
પુત્રઃ ડેડી, ત્રેતા યુગમાં પ્રહલાદ એના પિતાનું કહ્યું ન સાંભળીને મહાન બન્યો. સતયુગમાં રામ એમના પિતાનું સાંભળી ભગવાન બની ગયા. તો મને કહો મારે તમારું સાંભળવું જોઈ કે નહીં.
ડેડીઃ દીકરા, કળિયુગમાં આપણે બંને શાંતિથી જીવવા માટે તારી મમ્મીનું સાંભળી લઈએ છીએ એ જ બરાબર છે.


comments powered by Disqus