હળવે હૈયે...

જોક્સ

Thursday 17th January 2019 05:15 EST
 

એક વકીલસાહેબે જોયું કે અંદરના ઓરડામાં બળદ ઘાણી ખેંચી રહ્યો હતો અને ઘાંચી આરામથી બહાર બેઠો હતો.
વકીલે પૂછ્યુંઃ તારો બળદ થોભી જાય તો તને કેવી રીતે ખબર પડે?
ઘાંચીઃ વકીલસાહેબ, મેં તેના ગળામાં ઘૂઘરી બાંધી છે. ચાલતો અટકે એટલે તરત ખબર પડી જશે.
વકીલઃ પણ ધારો કે તારો બળદ એક જગ્યાએ ઊભો રહી ડોકું હલાવ્યા કરે ને ઘૂઘરી વાગ્યા કરે તો?
ઘાંચીઃ વકીલસાહેબ, અમારો બળદ તમારી જેમ વકીલાતનું નથી ભણ્યો.

મમ્મી (તેના દીકરાને) નાલાયક, તને વારંવાર કહું છું કે આટલા લાંબા વાળ ના રાખ. જા હમણાંને હમણાં કપાવી આવ.
દીકરોઃ અરે મમ્મી, આજકાલ તો લાંબા વાળની ફેશન છે.
મમ્મીઃ આગ લાગે તારી આ ફેશનને. છોકરાવાળા તારી બહેનને જોવા આવ્યા હતા અને તને પસંદ કરીને જતા રહ્યા છે.

છોકરીઃ પેલી છોકરી કેટલા સમયથી તારા પતિની સામે જોઈ રહી છે.
મિત્રઃ મને ખ્યાલ છે... હું તો એ જોઈ રહી છું કે, મારા પતિ કેટલા સમય સુધી પોતાની ફાંદને અંદર રાખી ઊભા રહી શકે છે.

ચંગુ ડોક્ટર પાસે ગયો. તેણે પોતાની તકલીફ કહી એટલે ડોક્ટર બોલ્યાઃ આમ તો તમારી તકલીફ સામાન્ય છે. આ બે ગોળી આપું છું. એક ગોળી રાત્રે લેજો અને બીજી ગોળી સવારે લેજો. જો સવારે ઊઠ્યા તો.

ચંગુઃ શું તું મારી સાથે લગ્ન કરીશ?
લીલીઃ મને દર અઠવાડિયે એક વાર પિયર જવા જોઈશે. પહેલાં મને એ કહે કે તું મને રોકીશ તો નહીંને?
ચંગુઃ ના, નહીં રોકું.
લીલીઃ મને રોજ શોપિંગ કરવા જવા દઈશ?
ચંગુઃ કરવા દઈશ.
લીલીઃ મારે બહેનપણીઓ સાથે કલબમાં જવું હોય ત્યારે તું જવા માથાઝીંક નહીં કરે?
ચંગુઃ ક્યારેય નહીં કરું, બસ!
લીલીઃ મને તો લાગે છે કે તો તો પછી આપણી લાઇફ એક્સાઇટમેન્ટ વિનાની એકદમ લૂખી-સૂકી બની જશે. મારે લગ્ન નથી કરવા.

ઘણા દિવસથી ભૂખ્યા યુવાનને બે સૂકી રોટલી આપતાં મકાનમાલિકે કહ્યુંઃ આ ખાઈને મારાં લાકડાં ચીરી આપજે.
રોટલી લઈને યુવાન પાછળ જ્યાં લાકડાંનો ઢગલો હતો ત્યાં ગયો અને થોડી વારમાં જ પાછો આવીને રોટલીની એક કોર તોડી મકાનમાલિક પાસે ગયોઃ સાહેબ! આપને વાંધો ન હોય તો હું લાકડાં ખાઈ લઉં અને તમારી રોટલી ચીરી આપું?

એકદમ ઊંચે ઊડતા પ્લેનમાં એર હોસ્ટેસે અચાનક જાહેરાત કરીઃ પ્લેનમાં રહેલા મુસાફરોમાં કોઈ એવું છે જેને પ્રાર્થના અને ભગવાનમાં ખૂબ જ વિશ્વાસ હોય?
ચંગુએ ઊભા થઈને કહ્યુંઃ મેડમ, મને પ્રાર્થના અને ભગવાનમાં ખૂબ જ વિશ્વાસ છે. કેમ?
એર હોસ્ટેસ બોલીઃ તો પછી તમે પ્રાર્થના કરતા રહો, કારણ કે પ્લેનમાં આગ લાગી છે અને નીચે કૂદવા માટે અમારી પાસે એક પેરેશૂટ ઓછું છે.

એક દિવસ માસ્ટર મોંઘાલાલે ક્લાસમાં પૂછ્યુંઃ અરે ચંગુ બોલ તો દોસ્ત અને દુશ્મનમાં શું ફરક છે?
ચીન્ટુ ઊભો થઈને બોલ્યોઃ સાહેબ એકમાં હેમા માલિની હતી અને બીજામાં મુમતાઝ હતી.


comments powered by Disqus